ચૂંટણીની કસોટીમાં સફળ છે બજેટ

02 February, 2023 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બજેટમાં રાજનીતી અને સક્ષમ અર્થશાસ્ત્રનું સહઅસ્તિત્વ નાજુક હોવા છતાં તે  એકમેક સાથે જોડાયેલું છે. બીજેપી જેવો રાજકીય રીતે સજ્જ પક્ષ ચૂંટણીની ગણતરીને અવગણે  તે સંભવ નથી.

ચૂંટણીની કસોટીમાં સફળ છે બજેટ

બીજેપીની આગેવાની હેઠળની સરકારના ૨૦૨૪ની ચૂંટણી પહેલાના અંતિમ સંપૂર્ણ બજેટની રાજકીય કસોટી એક સરળ મેટ્રિક પર આધારિત હતી. કે શું આ બજેટ પાર્ટીના બહુવર્ગીય જોડાણને ટકાવી રાખવા માટે પર્યાપ્ત હશે કે પછી બજેટના માપદંડો કેવ્યાપક જોડાણને ખંડિત કરશે?

આ માપદંડ પર નાણાપ્રધાન નિર્મલા સિતારામણ રાજકીય કસોટીમાંથી પસાર થઈ ગયા છે તથા તેઓએ વ્યાપકપણે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી અને રાજકોષીય શિસ્ત પર ધ્યાન આપીને દેશને ગ્રીન ટ્રાન્ઝિશન માટે તૈયાર કરવા, ડાયરેક્ટ ટેક્સ કટ ઓફર કરવા, ભાવી ટેકનોલોજીમાં રોકાણ કરવા જેવી બાબતોને પ્રોત્સાહન આપ્યું છે. આ બજેટ રાજ્યો અને કાનગી ક્ષેત્રોને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.

આ બજેટમાં રાજનીતી અને સક્ષમ અર્થશાસ્ત્રનું સહઅસ્તિત્વ નાજુક હોવા છતાં તે  એકમેક સાથે જોડાયેલું છે. બીજેપી જેવો રાજકીય રીતે સજ્જ પક્ષ ચૂંટણીની ગણતરીને અવગણે  તે સંભવ નથી.

બીજેપીનો બહુવર્ગીય રાજકીય આધાર કોર્પોરેટ સીઇઓ, નોકરિયાત વર્ગ, નાના ઉદ્યોગ સાહસિકો, નીચલા મધ્યમ વર્ગના કામદારો, કોલેજ ગ્રેજ્યુએટ્સ, નાના ખેડૂતો કે ભૂમિહીન મજૂરો જેવા વર્ગના લોકો છે આ તમામ શ્રેણીમાં ૧૦માંથી ૫ ટકા લોકો વડા પ્રધાન મોદીને સમર્થન આપે છે, જેનો બોલતો પુરાવો ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીઓ છે.

આ બજેટ બીજેપીની લોકપ્રિયતાને આગળ ધપાવનારું બજેટ છે. તથા પાર્ટીના મતવિસ્તારોને જકડી રાખવા માટે પર્યાપ્ત છે.

બજેટમાં તેમણે સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડવા સાથે જ સરકાર ઓબીસી,  દલિતો, આદિવાસીઓ અને મહિલાઓની આજીવિકાના મુદ્દાને ભુલી નથી તેવો સંકેત આપ્યો છે.

ટીવી સસ્તું, સિગારેટ મોંધી

બજેટ પછી શું મોંઘું અને શું સસ્તું થશે એજાણી લો...
દેશમાં નિર્મિત મોબાઇલ ફોન અને ટીવી સસ્તા થશે કારણ કે નાણા પ્રધાને આ માટે જરૂરી પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે તો બીજી સરકારે ટેક્સમાં વધારો કરતા સીગરેટ મોંધી થઈ છે. કસ્ટમ ડ્યુટી વધારતા ઇમ્પોર્ટેડ કાર મોંધી થશે.

શું મોંધું થશે
સીગરેટ
કિચન ચીમની
ઇમ્પોર્ટેટ સાયકલ અને રમકડા
ઇમ્પોર્ટેટ કાર અને ઇલેક્ટ્રીક વાહનો
ઇમિટેશન જ્વેલરી
કમ્પાઉન્ડેડ રબર
ચાંદી, નેપ્થા

શું સસ્તું થશે ?
દેશમાં નિર્મીત ટીવી સેટ
​શ્રીમ્પ ફીડ (ઝીંગાનો ખોરાક)
ફિશ લિપિડ ઓઇલ
લેબ-ગ્રોન ડિમાન્ડ 
કેપિટલ ગુડ
ઇલેક્ટ્રીક વાહનો માટે લિથિયમ આયર્ન સેલ બનાવવા માટેની મશીનરી 

business news nirmala sitharaman narendra modi union budget