Union Budget 2023: સપ્તલક્ષી છે આ વર્ષનું બજેટ, જાણો મહત્ત્વના મુદ્દાઓ

01 February, 2023 12:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મોદી સરકારે દેશના નાગરિકોના વિકાસ માટે બજેટમાં સાત પરિબળોનું મહત્ત્વ આપ્યું છે અને તેના પર આવતા વર્ષમાં કામ કરવામાં આવશે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમન

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને (FM Nirmala Sitharaman) સ્પષ્ટ કર્યું છે કે દેશના એકંદર વિકાસ માટે આ વર્ષના બજેટ (Union Budget)માં સાત બાબતોને અગ્રતા આપવામાં આવી છે. મોદી સરકારે દેશના નાગરિકોના વિકાસ માટે સાત પરિબળોનું મહત્ત્વ આપ્યું છે અને તેના પર આવતા વર્ષમાં કામ કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આજે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. તેમાં આ વર્ષનું બજેટ સાત પરિબળો પર આધારિત છે.

સપ્તલક્ષી બજેટ

1. સર્વસમાવેશક ડેવલપમેન્ટ 
2. છેલ્લા ઘાતક સુધીનો વિકાસ 
3. માળખાગત વિકાસ 
4. ક્ષમતાઓમાં વધારો
5. ગ્રીન ગ્રોથ
6. યુથ પાવર 
7. નાણાકીય ક્ષેત્ર

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકારે આજે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા છેલ્લું બજેટ છે. મોદી સરકારનું આ નવમું બજેટ છે. આ વર્ષે આગામી લોકસભાની ચૂંટણીઓ તેમ જ આ વર્ષે આઠથી દસ રાજ્યોમાં ચૂંટણીઓ રાખીને આ વર્ષે બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Budget 2023 LIVE: જાણો બજેટના લાઈવ અપડેટ અહીં

બજેટમાં કૃષિ ક્ષેત્રને શું?

- કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે નવા ભંડોળની જાહેરાત 
- આ ભંડોળનો ઉપયોગ આધુનિક તકનીકી માટે થશે 
- સ્વયં સ્વચ્છ પ્લાન્ટ પ્રોગ્રામ માટે રૂા. 2200 કરોડની જાહેરાત 
- કપાસ માટે ક્લસ્ટર આધારિત મૂલ્ય સાંકળ યોજનાની ઘોષણા 
- પોષણ, ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોના લાભ માટે કાળજી લેવામાં આવશે 
- કૃષિ સ્ટાર્ટઅપ્સ ઊભા કરવા પર સરકારનો ભાર. ભારતને બાજરીનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા પર ભાર મુકાયો
- સરકાર બચત જૂથો પર ભાર મૂકીને નાણાકીય સશક્તિકરણ પર ભાર મૂકશે
- સરકાર કૃષિ ક્ષેત્ર-ગોડટાઉન માટે સ્ટોરેજ ક્ષમતામાં વધારો કરશે 
- નાણાકીય વર્ષ ૨૦24માં કૃષિ લોનનું લક્ષ્ય 11.1% વધીને 20 લાખ કરોડ રૂપિયા થશે 
- પશુપાલન, મત્સ્યઉદ્યોગ, ડેરી સેક્ટરને ધિરાણ પર ભાર 
- ખાનગી ક્ષેત્રની આર એન્ડ ડી ટીમ સાથે પણ કામ કરશે 
- બાજરી માટે વૈશ્વિક સંશોધન સંસ્થા બનાવવા માટે

business news union budget nirmala sitharaman finance ministry Lok Sabha