16 September, 2025 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) પ્લૅટફૉર્મ પર દેશભરમાંની નાની કંપનીઓ ધનાધન લિસ્ટ થઈ રહી છે. તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે હેડ ઑફિસ ધરાવતી વશિષ્ઠ લક્ઝરી ફૅશન લિમિટેડ લિસ્ટ થઈ છે. આ પ્લૅટફૉર્મ પર લિસ્ટેડ થનારી એ ૬૧૮મી કંપની છે.
વશિષ્ઠ લક્ઝરી ફૅશન્સ ઉચ્ચ હૅન્ડ એમ્બ્રૉઇડરી વર્ક, એક્સેસરીઝ અને ફિનિશ્ડ ગાર્મેન્ટની નિકાસ કરે છે. કંપની યુરોપ, બ્રિટન, યુએસએ, ઑસ્ટ્રેલિયા, યુરોપના દેશો અને ટર્કીના પ્રદેશોમાંની બ્રૅન્ડ્સ અને ફૅશન્સ હાઉસને નિકાસ કરે છે. એ ઉપરાંત કંપની અપૅરલ સેગમેન્ટમાં કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન્સ પૂરી પાડે છે.
કંપનીએ ૭.૯૯ લાખ નવા ઇક્વિટી શૅર ૧૧૧ રૂપિયાના ભાવે બુક બિલ્ડિંગ ઇશ્યુ મારફત ઑફર કરી કુલ રૂ૮.૮૭ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. કંપનીનો ઇશ્યુ ૧૦ સપ્ટેમ્બરે બંધ થયો હતો.