યસ બૅન્કનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો ૭૪ ટકા વધ્યો

23 October, 2021 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાનગી ક્ષેત્રની આ બૅન્કે ગયા વર્ષે સમાન ગાળામાં ૧૨૯ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

ફાઇલ ફોટો

યસ બૅન્કે સપ્ટેમ્બર ૨૦૨૧માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૭૪ ટકાની વૃદ્ધિ સાથે ૨૨૫ કરોડ રૂપિયાનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 
ખાનગી ક્ષેત્રની આ બૅન્કે ગયા વર્ષે સમાન ગાળામાં ૧૨૯ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. 
ગયા જુલાઈ-સપ્ટેમ્બર ગાળામાં કુલ આવક ગયા વર્ષના ૫૮૪૨.૮૧ કરોડ રૂપિયાથી ઘટીને ૫૪૩૦.૩૦ કરોડ રૂપિયા થઈ હતી. 
બૅન્કે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેની કુલ બૅડ લોન ગયા વર્ષના ૧૬.૯ ટકાથી ઘટીને ૧૪.૯ ટકા થઈ ગઈ હતી. જોકે ચોખ્ખી બૅડ લોન ૪.૭૧ ટકાથી વધીને ૫.૫૫ ટકા થઈ ગઈ હતી. 

business news yes bank