જુલાઈમાં ઝેપ્ટોનો ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો IPO આવશે

27 May, 2026 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝેપ્ટોને આ મહિનાની શરૂઆતમાં SEBI તરફથી IPO લૉન્ચ કરવા માટે મંજૂરી મળી ગઈ હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફાસ્ટ ડિલિવરી કંપની ઝેપ્ટો જુલાઈમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની યોજના બનાવી રહી છે. જો લિસ્ટિંગની યોજના પૂરી થાય છે તો ઝેપ્ટો શૅરબજારમાં પહેલેથી જ લિસ્ટેડ સ્પર્ધકો ઝોમાટો અને સ્વિગીની હરોળમાં જોડાઈ જશે. આદિત પાલિચા અને કૈવલ્ય વોહરા દ્વારા સ્થાપિત ઝેપ્ટો ૩૧ જુલાઈ પહેલાં સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવાનું લક્ષ્ય રાખે છે.

ઝેપ્ટોને આ મહિનાની શરૂઆતમાં સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) તરફથી IPO લૉન્ચ કરવા માટે મંજૂરી મળી ગઈ હતી. કંપની હવે નિયમનકાર સમક્ષ સુધારેલા IPO દસ્તાવેજ ફાઇલ કરવાની તૈયારી કરી રહી છે. ઝેપ્ટોએ ડિસેમ્બર ૨૦૨૫માં એના IPO દસ્તાવેજો ફાઇલ કર્યા હતા.

business news ipo sebi share market stock market bombay stock exchange national stock exchange