એક બાળક માટે જૉઇન્ટ ફૅમિલીથી મોટાં બીજાં કોઈ બ્લેસિંગ્સ હોઈ જ ન શકે

15 April, 2024 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બચ્ચાંઓને સંસ્કાર મળે છે અને એની સાથોસાથ બચ્ચાંઓને સાચી અને ખોટી આદતોની પણ ખબર પડે છે.

ચિરાગ વોરા

ઘણા એવું કહે છે કે પહેલાંના સમયમાં પેરન્ટ્સ જેટલું ધ્યાન પોતાનાં બચ્ચાંઓનું રાખતા એટલું ધ્યાન આજના પેરન્ટ્સ નથી રાખતા, પણ હું એ વાત સાથે સહમત નથી. આજે સમય બહુ બદલાયો છે. લાઇફ ફાસ્ટ થઈ ગઈ છે તો બાળકો માટે પણ ઘણી નવી દિશાઓ ખૂલી ગઈ છે. આજના કમ્પેટિટિવ વર્લ્ડમાં બાળક પોતે પણ બિઝી બન્યું છે, પણ એ બધા વચ્ચે હું એક વાત કહીશ કે જો બાળક જૉઇન્ટ ફૅમિલી વચ્ચે હોય તો બહુ મોટો ફરક પડે છે. મારે તો કહેવું છે કે એક બચ્ચા માટે જૉઇન્ટ ફૅમિલીથી મોટું બીજું કોઈ બ્લેસિંગ નથી. હું પોતે જૉઇન્ટ ફૅમિલીમાં રહું છું એટલે મને એના બેનિફિટની ખબર છે. હસબન્ડ-વાઇફ વર્કિંગ કપલ હોય એવા સમયે તો દાદા-દાદી કે પછી ઘરના બીજા વડીલોથી બેનિફિટ થાય જ છે, પણ એ વાતમાં સહેજ સ્વાર્થ પણ આવી જાય. ધારો કે વર્કિંગ કપલ ન હોય અને મા પણ આખો દિવસ ઘરમાં રહેતી હોય અને તેની સાથે ઘરમાં વડીલો પણ રહેતા હોય તો એનો પણ બહુ મોટો બેનિફિટ બાળકોને થાય છે.

દાદા-દાદી દ્વારા ફૅમિલી-વૅલ્યુઝથી માંડીને બચ્ચાને રૂટ્સ સાથે જોડી રાખવાનું જે કામ થાય છે એ અદ્ભુત છે. બચ્ચાંઓને સંસ્કાર મળે છે અને એની સાથોસાથ બચ્ચાંઓને સાચી અને ખોટી આદતોની પણ ખબર પડે છે. પપ્પા તેના પપ્પાથી એટલે કે દાદાથી રિસ્પેક્ટને કારણે ડરતા હોય એ વાત બચ્ચાને સમજાવે છે કે ફૅમિલી-મેમ્બરનો ડર હોવો બહુ જરૂરી છે. દાદીમાનું કામ કરતી મમ્મીને જોઈને બચ્ચાંઓને એ સમજાય છે કે તમે ગમે એટલાં મોટાં હો પણ તમે તમારી ફૅમિલી સાથે તો માત્ર ફૅમિલી-મેમ્બર જ રહેવાં જોઈએ. મેં ઑબ્ઝર્વ કર્યું છે કે જૉઇન્ટ ફૅમિલીમાં મોટું થયેલું બચ્ચું જિદ્દી નથી હોતું. તેનામાં જતું કરવાની ફીલિંગ્સ હોય છે અને તે સહજ રીતે જ આખી વાતને જોતું હોય છે. તે પગ પછાડીને ક્યારેય વાત નથી કરતું અને એ ખાવાપીવાની બાબતમાં પણ પોતાની સ્પેસિફિક ડિમાન્ડ નથી મૂકતું. કારણ છે ઘરમાં રહેલાં દાદા-દાદી અને વડીલો.

હું નસીબદાર છું કે મને મારાં પપ્પા-મમ્મી સાથે રહેવા મળ્યું છે અને એટલે જ મારો સન પણ નસીબદાર છે કે તેને દાદા-દાદીની કંપની મળી છે. અનફૉર્ચ્યુનેટલી ચારેક મહિના પહેલાં તેનો દાદાનો સાથ છૂટી ગયો, પરંતુ હજી પણ તેના પર દાદીના બ્લેસિંગ્સ છે. દાદી સાથે વાતો કરવી, દાદીને લઈને બહાર જવું, દાદી પાસે સ્ટોરી સાંભળવા બેસવું અને પપ્પાની વાત ગમે નહીં તો દાદીને જઈને ફરિયાદ કરવી. આ વાતો આમ તો બહુ નાની લાગે, પણ બચ્ચાના જીવનઘડતર માટે બહુ મોટી અને મહત્ત્વની છે.

અહેવાલ: ચિરાગ વોરા

life and style sex and relationships