કહો જોઈએ, સાચું શું છે : ચાઇનાના એક રિચર્સને કારણે કોરોના વાઇરસનો જન્મ થયો છે?

10 June, 2021 11:27 AM IST  |  Mumbai | Manoj Joshi

આ ખાસિયત મેન-મેડ છે કે પછી ગૉડ-મેડ એ શોધવાનું કામ હજી પણ દુનિયા આખી કરી રહી છે અને ચાઇના પર સૌકોઈને શંકા છે, પણ અહીં વાતનો ટૉપિક આપણો જુદો છે.

GMD Logo

હવે એવો દાવો આવ્યો છે કે ચાઇનામાં થતા એક રિસર્ચની આડઅસરને લીધે કોરોના વાઇરસનો જન્મ થયો છે. એ રિસર્ચ શું હતું એ જાણવા જેવું છે. ચાઇનાની એક લૅબમાં અલગ-અલગ પ્રાણીઓના ડીએનએ પર પ્રયોગ થતા હતા અને એમાંથી કોરોના વાઇરસ બહાર આવ્યો. એક વાત કહી દઉં, કોરોના વાઇરસ નવો નથી, એનું અસ્તિત્વ પહેલાં પણ હતું જ, પણ આ વખતે એવું બન્યું કે કોરોના વાઇરસનું બાયોલૉજિકલ બંધારણ બદલાયું અને એટલે જ એ અસાધ્ય સ્તર પર પહોંચી ગયો. વાઇરસ એક જીવ છે અને એ જીવની કેટલીક ખાસિયત છે. આ ખાસિયત મેન-મેડ છે કે પછી ગૉડ-મેડ એ શોધવાનું કામ હજી પણ દુનિયા આખી કરી રહી છે અને ચાઇના પર સૌકોઈને શંકા છે, પણ અહીં વાતનો ટૉપિક આપણો જુદો છે.
જે દાવો થયો છે કે કોવિડ વાઇરસનું આ જે કોઈ રૂપ છે એ રિસર્ચના કારણે જન્મેલું છે એમાં તથ્ય કેટલું? 
બ્રિટિશ જર્નાલિસ્ટે દાવો કર્યો છે કે ચાઇના અલગ-અલગ પ્રાણીઓના ડીએનએનો સૅમ્પલ એકબીજામાં ઇન્સર્ટ કરવાની પ્રક્રિયા કરતું હતું, જેના આધારે કયા પ્રાણીમાં કયા ડીએનએની શું અસર થાય છે એ જોવામાં આવતું હતું. આ અસર માણસને શું કામ જોવી હોય. જરા વિચારો, આવી અસર જોઈને માણસને શું સાબિત કરવું છે? આવું કરવા પાછળનાં અનેક કારણો પૈકીનાં બે કારણો મહત્ત્વનાં છે. કારણ પહેલું, આ પ્રકારના ડીએનએના ક્રૉસ મૅચિંગથી અમુક જીવલેણ વાઇરસ મરી શકે કે નહીં એ જોવું હોય તો આ પ્રકારના પ્રયોગથી જોઈ શકાય. આવા જ પ્રયોગોના આધારે વૅક્સિન પણ બનતી હોય છે અને આવા જ પ્રયોગના આધારે મેડિસિનનાં નિર્માણ પણ થતાં હોય છે. આ થયું કારણ પહેલું. હવે વાત કરવાની બીજા કારણની. બીજું કારણ વધારે જોખમી કહેવાય એવું છે.  આ પ્રકારના પ્રયોગોના આધારે માનવીય શક્તિમાં બહોળો વધારો કરવાના રિસર્ચ ચાલતા રહેતા હોય છે. માણસના શરીરમાં જો ચામાચીડિયાના શરીરમાંથી અમુક જીન્સ લઈને મૂકવામાં આવે તો એનામાં કઈ નવી ક્વૉલિટી ડેવલપ થાય એ પણ આવા જ પ્રયોગમાંથી ખબર પડે અને ચિત્તાના ડીએનએ દાખલ કરવાથી માણસમાં શું ફરક આવે એની શોધ પણ આવા જ પ્રયોગો દ્વારા કરવામાં આવતી હોય છે. ચાઇનાએ ક્યારેય ફાર્માના ફીલ્ડમાં કંઈ ઊડીને આંખે વળગે એવું સંશોધન કર્યું નથી અને એટલે જ બીજા કારણ પર વધારે ધ્યાન બેસે છે. ચાઇના આવા જ પ્રયોગ કરવામાં પડ્યું હશે અને એ પ્રયોગોની આડઅસર રૂપે જ ક્યાંકથી જિનેટિકલી બદલી ગયેલો કોરોના વાઇરસ માણસના શરીરમાં દાખલ થયો હોય એવું બની શકે છે.  કોરોનાનું જે મૂળ રૂપ છે એ મૂળ સ્વરૂપમાં એવી કોઈ આડઅસર દેખાતી નથી જે આડઅસર માણસના શરીરમાં પ્રવેશેલો કોરોના વાઇરસ દેખાડે છે. કોરોના સહજ રીતે માણસના શરીરમાં પ્રવેશ્યો નથી એવા બીજા પણ અનેક પુરાવા મળ્યા છે, પણ એ પુરાવાઓ પછી પણ દુનિયા આખી ચાઇનાનું કશું બગાડી શકી નથી અને એ બગાડી શકી નથી એ જ પુરવાર કરે છે કે ચાઇના વિના જગતને ચાલવાનું નથી અને આ જ એની ખાસિયત છે.

columnists manoj joshi