અમેરિકાનું ગોલ્ડ કાર્ડ

17 December, 2025 12:48 PM IST  |  Mumbai | Dr. Sudhir Shah

૧૯૯૨માં ‘એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ રીજનલ સેન્ટર કૅટેગરી’ દાખલ કરી જેની હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલા રીજનલ સેન્ટરમાં રોકાણ કરવાનું રહે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનાલિટી ઍક્ટ’ હેઠળ એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી ધરાવતા ચાર પ્રકારના ઇમિગ્રન્ટ વીઝા મેળવવાની સગવડ છે. ૧૯૯૦માં આમાં એક વધારો કરવામાં આવ્યો. એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કૅટેગરી દાખલ કરવામાં આવી. આની હેઠળ અમેરિકાની સરકારે જે નક્કી કરી હોય એ રકમ જો તમે અમેરિકાના ન્યુ કમર્શિયલ એન્ટરપ્રાઇઝમાં રોકો અને એ બિઝનેસમાં દસ અમેરિકનોને ડાયરેક્ટ નોકરીમાં ફુલટાઇમ રાખો, એ બિઝનેસ જાતે ચલાવો તો તમને અને તમારી ફૅમિલીને ઇમિગ્રન્ટ વીઝા મળી શકે છે.

૧૯૯૨માં ‘એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ રીજનલ સેન્ટર કૅટેગરી’ દાખલ કરી જેની હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલા રીજનલ સેન્ટરમાં રોકાણ કરવાનું રહે. દસ અમેરિકનોને તમારા વતીથી રીજનલ સેન્ટરે નોકરીમાં રાખવાના રહે. તેઓ એ નવા બિઝનેસમાં દસ અમેરિકનોને ડાયરેક્ટ્લી, ઇનડાયરેક્ટ્લી કે ઇન્ડ્યુસ મેથડથી નોકરીમાં રાખે તો ચાલે.

૧૨ ડિસેમ્બરના દિવસે અમેરિકાના બીજી વાર પ્રમુખ બનેલા ડોનલ્ડ ટ્રમ્પે જે ‘ગોલ્ડ કાર્ડ’ની જાહેરાત કરી હતી એ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં આવ્યું છે. જો તમે નવ કરોડ રૂપિયા અમેરિકાની સરકારને આપી દો તો તમને ગ્રીન કાર્ડ મળે. તમારાં વાઇફને કે હસબન્ડને જોઈતું હોય તો તેણે બીજા નવ કરોડ રૂપિયા આપવા પડે. સંતાનોને જોઈતું હોય તો દરેક સંતાન દીઠ બીજા નવ કરોડ રૂપિયા આપવાના. આ પૈસા આપી દેવાના, ઇન્વેસ્ટ કરવાના નહીં. આ ઉપરાંત શરૂઆતમાં દરેક વ્યક્તિદીઠ પંદર હજાર ડૉલર તમારી ચકાસણી માટે આપવાના રહે. આમ છતાં પણ તમને તરત જ ગ્રીન કાર્ડ મળે નહીં. તમારે લાઇનમાં ઊભા રહેવું પડે.

તમે જો ગ્રીન કાર્ડ મેળવવા ચાહતા હો તો નવ કરોડ રૂપિયા આપવાની જરૂર નથી. હજી પણ સમય છે. ૨૦૨૬ની ૩૦ સપ્ટેમ્બર પહેલાં અમેરિકાની સરકારે માન્ય કરેલા રીજનલ સેન્ટરમાં વાઇટના, જો રીજનલ સેન્ટર મોટા શહેરમાં કાર્ય કરતું હોય તો US ડૉલર ૧૦,૫૦,૦૦૦ એટલે ૯,૪૯,૩૦,૫૦૦ ઇન્વેસ્ટ કરો અથવા જે રીજનલ સેન્ટર પછાત પ્રદેશમાં કે બૅકવર્ડ એરિયામાં કાર્ય કરતું હોય એમાં ૮,૦૦,૦૦૦ US ડૉલર એટલે કે ૭,૨૩,૨૮,૦૦૦ ઇન્વેસ્ટ કરો તો ગ્રીન કાર્ડ મળશે અને ઇન્વેસ્ટમેન્ટ પાછું પણ મળશે. તમારી સાથે તમારી પત્ની યા પતિ અને ૨૧ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ ગ્રીન કાર્ડ મળશે

તો ગોલ્ડ કાર્ડની સરખામણીમાં EB-5 પ્રોગ્રામ ખૂબ સારો છે. જો તમારી પાસે પૈસાની સગવડ હોય, તમારું અમેરિકન સપનું હોય, તમારે અમેરિકામાં કાયમ રહેવા જવું હોય તો જલદી કરો. EB-5 પ્રોગ્રામ હેઠળ ૩૦ સપ્ટેમ્બર પહેલાં રોકાણ કરો અને ગ્રીન કાર્ડ મેળવો.

united states of america columnists exclusive gujarati mid day