✕

૨૦ સેકન્ડની ટ્રિક તમારું સ્ટ્રેસ ઓછું કરી શકે

02 October, 2026 09:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહત્ત્વની મીટિંગ પહેલાં, પ્રેઝન્ટેશનના થોડા સમય પહેલાં કે કોઈ મુશ્કેલ વાતચીત વખતે સ્ટ્રેસ વધી જાય તો માત્ર ૨૦ સેકન્ડનો આ સરળ સેલ્ફ-ટચ તમને શાંત થવામાં મદદ કરી શકે છે

૨૦ સેકન્ડની ટ્રિક તમારું સ્ટ્રેસ ઓછું કરી શકે

હૃદય ઝડપથી ધબકતું હોય, હથેળીમાં પરસેવો થતો હોય અને કોઈ મુશ્કેલ વાતચીત કે પ્રેઝન્ટેશન પહેલાં ગભરામણ થતી હોય ત્યારે આપણે ઘણી વાર કોઈ પોતાના માણસના હગની જરૂરિયાત અનુભવીએ છીએ. જોકે એ સમયે કોઈ સાથે ન હોય તો તમે તમારી જાતને પણ સાંત્વનનો થોડો અહેસાસ કરાવી શકો છો.
શરીરના સ્ટ્રેસ હૉર્મોનમાં ફેરફાર
સંશોધકોએ અલગ-અલગ સમયે ભાગ લેનારા લોકોની લાળનાં સૅમ્પલ લઈને કૉર્ટિઝૉલનું સ્તર તપાસ્યું. હગ મેળવનારા અને પોતાની જાતને આ રીતે હળવો સ્પર્શ કરનારાં બન્ને ગ્રુપમાં કન્ટ્રોલ ગ્રુપની સરખામણીમાં કૉર્ટિઝૉલમાં વધારો ઓછો જોવા મળ્યો. એટલે પોતાની જાતને હળવો સ્પર્શ કરવો શરીરને શાંત થવાનો સંકેત આપી શકે છે અને સ્ટ્રેસના સમયે શરીરની પ્રતિક્રિયા ઓછી કરવામાં મદદ કરી શકે છે.
૨૦ સેકન્ડની આ સરળ ટ્રિક
૨૦૨૧માં થયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે ૨૦ સેકન્ડ સુધી પોતાની જાતને હળવો સ્પર્શ કરવાથી શરીરની સ્ટ્રેસ-પ્રતિક્રિયા ઓછી કરવામાં મદદ મળી શકે છે. આ અભ્યાસમાં ૧૫૯ યુવાનોને ૩ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને એવી સ્થિતિમાંથી પસાર કરવામાં આવ્યા જેમાં પબ્લિક સ્પીકિંગ અને માનસિક ગણતરી જેવી સ્ટ્રેસફુલ પ્રવૃત્તિઓ સામેલ હતી.
સ્ટ્રેસફુલ ટાસ્ક પહેલાં 
 એક ગ્રુપે ૨૦ સેકન્ડ સુધી જમણો હાથ હૃદયની ઉપર અને ડાબો હાથ પેટ પર રાખ્યો.
 બીજા ગ્રુપને ૨૦ સેકન્ડ માટે હગ આપવામાં આવ્યું.
 ત્રીજા ગ્રુપે કોઈ શારીરિક સ્પર્શ વગરનું કામ કર્યું.
સ્ટ્રેસ અચાનક વધી જાય ત્યારે સ્ટ્રેસ ઓછું કરવા માટે મેડિટેશન, વૉક કે બીજી ઘણી રીતો છે; પરંતુ દરેક વખતે એના માટે સમય કે જગ્યા મળતાં નથી. મીટિંગ પહેલાં, પ્રેઝન્ટેશન પહેલાં કે કોઈ મુશ્કેલ વાતચીત પહેલાં આ સરળ રીત કરી શકાય છે.

કેવી રીતે કરવું?
૧. જમણો હાથ છાતીના મધ્ય ભાગમાં, હૃદયની ઉપર રાખો.
૨. ડાબો હાથ પેટના ઉપરના ભાગ પર હળવેથી રાખો.
૩. બન્ને હાથ ત્યાં જ રાખીને ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી સામાન્ય રીતે શ્વાસ લો.
આ રીત માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી અને એને લગભગ કોઈ પણ જગ્યાએ કરી શકાય છે.

columnists health tips lifestyle news life and style mental health