આજની શિક્ષણ પ્રણાલીમાં બદલાવ કરવો અનિવાર્ય

24 September, 2021 04:54 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પેરન્ટ્સ જે ભણ્યા છે એ જ બુક્સ સંતાનો ભણી રહ્યાં છે. આ પ્લૅટફૉર્મ પરથી હું કેટલાક મુદ્દાઓને શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા લોકોથી લઈ પેરન્ટ્સ અને સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડવા માગું છું.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા દોઢેક વર્ષથી વિશ્વભરના વિદ્યાર્થીઓ જુદા જ પ્રકારની શિક્ષણપદ્ધતિ અપનાવી અભ્યાસ કરી રહ્યા‍ છે. ઑનલાઇન એજ્યુકેશન સિસ્ટમ દરેક સ્ટુડન્ટ માટે નવી ચૅલેન્જિસ લઈને આવી છે. ડિજિટલ યુગમાં ​આ બદલાવ આવકાર્ય છે. ફૉરેન કન્સેપ્ટને અપનાવીએ છીએ ત્યારે એજ્યુકેશનલ સિસ્ટમમાં બીજા કેટલાંક પરિવર્તનો પણ જરૂરી છે. ખાસ કરીને સિલેબસને ટોટલી અપગ્રેડ કરવાની આવશ્યકતા છે. આપણા દેશમાં આજે પણ જૂની ઘસાઈ ગયેલી પદ્ધતિ પ્રમાણેનો અભ્યાસક્રમ છે. પાયામાં જ ત્રુટિઓ ખરેખર ચિંતાનો વિષય કહેવાય. આઝાદીના સમયથી આપણે સમાન અભ્યાસક્રમને અનુસરીએ છીએ. આવું કેમ? લગભગ દરેક વિષયના પાઠ્યક્રમમાં ૫૦થી ૬૦ ટકા ચૅપ્ટર એવાં હોય છે જે દાયકાઓથી ભણાવવામાં આવે છે. પેરન્ટ્સ જે ભણ્યા છે એ જ બુક્સ સંતાનો ભણી રહ્યાં છે. આ પ્લૅટફૉર્મ પરથી હું કેટલાક મુદ્દાઓને શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા લોકોથી લઈ પેરન્ટ્સ અને સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડવા માગું છું.
વાસ્તવમાં આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ફ્લો અને રિધમ જળવાતા નથી. નવમા અને દસમા ધોરણમાં જે ભણ્યા હો એ જુનિયર કૉલેજ સાથે મૅચ થતું નથી એટલે પાછું ભણવું પડે. તર્ક વગરનું જ્ઞાન મુખ્ય મુદ્દો છે. પ્રૅક્ટિકલ નૉલેજ ઝીરો છે. પરિણામે આપણી શિક્ષણ પ્રણાલી જૉબ માર્કેટ સાથે મૅચ થતી નથી. સિલેબસમાં જોવા મળતી ખામીઓ માટે માસ મીડિયા ગ્રૅજ્યુએટ તરીકેનો મારો અનુભવ શૅર કરું છું. અમારા કોર્સમાં મીડિયા સંબંધિત ખાસ કંઈ નવું ભણાવવામાં આવ્યું નહોતું. ડિજિટલ યુગમાં માસ મીડિયાના સ્ટુડન્ટ્સ પ્રિન્ટિંગની જૂની પદ્ધતિ વિશે જાણીને શું કરવાના? મારો વિષય ફોટોગ્રાફી હતો. સ્માર્ટ વર્લ્ડમાં SLRs અને ડિજિટલ ફોટોગ્રાફીનું જ્ઞાન આપવાના બદલે તમે ફિલ્મ કૅમેરા હૅન્ડલ કરતાં શીખવો એનો અર્થ નથી. બેઝિક નૉલેજ જરૂરી છે, પરંતુ પ્રૅક્ટિકલ લાઇફમાં એનો ઉપયોગ ન થાય તો વેસ્ટ ઑફ ટાઇમ છે. સિલેબસ, એક્ઝામ અને પ્રૅક્ટિકલ નૉલેજમાં જમીન-અસમાનનું અંતર છે. જૉબ કરવા જાઓ છો ત્યારે તમને સમજાય છે કે બુક્સમાં લખેલું કંઈ કામનું નથી. અહીં તમારે બધું નવેસરથી શીખવું પડે છે. યુવા વર્ગ ફૉરેન એજ્યુકેશન અને વિદેશી નોકરીને પ્રાથમિકતા આપે છે એનાં કારણોની ખણખોદ કરશો તો સમજાશે કે આપણી શું સ્થિતિ છે. આ કદાચ આપણી શિક્ષણ પ્રણાલીની સૌથી મોટી દેખીતી નિષ્ફળતા છે. મારા મતે સિલેબસ અપગ્રેડ કરતી વખતે શિક્ષકો ઉપરાંત સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટની હેલ્પ લેવી જોઈએ. ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના પ્રૅક્ટિકલ નૉલેજનો સિલેબસમાં સમાવેશ કરવાથી અને વિદેશ જેવા સિલેબસનો સમય પાકી ગયો છે. 

શબ્દાંકન : વર્ષા ચિતલિયા

columnists Varsha Chitaliya