જાણો, માણો ને મોજ કરો

11 August, 2022 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અને અન્ય ઇવેન્ટ્સ

પ્રતીકાત્મક તસવીર

ઍડ્વાન્સ્ડ કથક

સંગીત નાટક અકાદમી અવૉર્ડ વિનર અને ઇનોવેટિવ સ્ટાઇલ માટે જાણીતા જયપુર ઘરાનાના રાજેન્દ્ર ગાંગાણી પાસેથી કથકનાં ઍડ્વાન્સ્ડ મૂવ્સ શીખવાની બે દિવસીય સઘન વર્કશૉપનું આયોજન થયું છે. એમાં અભિમન્યુ લાલ, પંડિત જયકિશન મહારાજ અને માલતી શ્યામ જેવાં દિગ્ગજ કથક નૃત્યકારોના સેશન્સ પણ હશે. આ વર્કશૉપ નૃત્યની બારીકીઓને વધુ સારી રીતે સમજવા અને શીખવા માગનારા લોકો માટે જ છે. 
ક્યારે?: ૧૮ અને ૧૯ ઑગસ્ટ
ક્યાં?: એક્સપરિમેન્ટલ થિયેટર, એનસીપીએ 
સમયઃ સવારે ૧૦થી સાંજે ૬
કિંમતઃ ૪૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com

 

પટ્ટચિત્ર પેઇન્ટિંગ  

પટ્ટચિત્ર ઓડિશા રાજ્યની ખાસિયત છે જેમાં ક્લોથ પર સ્ક્રોલ પેઇન્ટિંગ કરવામાં આવે છે. સંસ્કૃતમાં પટ્ટ એટલે કૅન્વસ. આ પૌરાણિક પરંપરાગત આર્ટ હવે ઑલમોસ્ટ લુપ્ત થવાના આરે છે ત્યારે નવી પેઢીને એ શીખવીને કલાને જાળવી રાખવાના પ્રયત્નરૂપે પટ્ટચિત્ર આર્ટની વર્કશૉપ્સ હવે થઈ રહી છે. 
ક્યારે?: ૧૨ ઑગસ્ટ
સમયઃ ૩.૩૦ બપોરે
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ફ્રી
રજિસ્ટ્રેશનઃ bookmyshow

 

મક્રામે આર્ટ

ઊન કે કૉટનની દોરીને ચોક્કસ રીતે ગૂંથીને એમાંથી જાત-જાતના આર્ટિફૅક્ટ્સ બનાવવા હોય તો પહેલાં એની વિવિધ પ્રકારની ગાંઠો લેતાં શીખવું પડે. લર્ક્સ હેડ નૉટ, સ્ક્વેર નૉટ, ઑલ્ટરનેટિંગ સ્ક્વેર નૉટ, સ્પાઇરલ નૉટ, બેરી નૉટ, લૉન્ગ બૅરલ નૉટ જેવી કુલ આઠ પ્રકારની ગાંઠો બાંધતાં શીખવવામાં આવશે. આ ગાંઠો આવડતી જાય તો એ પછી તમે પોતાની રીતે કોઈ પણ ઑબ્જેક્ટ બનાવવાના પ્રયોગો કરી શકો છો.
ક્યારે?: ૧૨ ઑગસ્ટ
સમયઃ સાંજે ૫
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ફ્રી
રજિસ્ટ્રેશનઃ insider.in

 

બ્રશ કૅલિગ્રાફી

સારા હૅન્ડરાઇટિંગ્સ હોય એ તમારી પર્સનાલિટીને પણ છતી કરે છે. તમારા અક્ષરોથી તમે પ્રભાવ ઊભો કરી શકો છો અને એની અસર તમારા પોતાના આંતરિક વિશ્વ પર પણ બહુ ઊંડી છે. ચોખ્ખા અને સુઘડ અક્ષરોની સાથે જો તમે બ્રશ કૅલિગ્રાફી કરતાં પણ શીખ્યા હો તો તમારા કોઈ પણ લખાણમાં પ્રેઝન્ટેશનનો મસ્ત તડકો ઉમેરાશે. 
ક્યારે?: ૧૨ ઑગસ્ટ
સમયઃ સાંજે ૭
ક્યાંઃ ઑનલાઇન ઝૂમ 
કિંમતઃ ફ્રી
રજિસ્ટ્રેશનઃ insider.in

 

કલર્ડ પેન્સિલથી રિયલિઝમ  

ઑઇલ બેઝ્ડ પેન્સિલ કલરની મદદથી રિયલિસ્ટિક ડ્રોઇંગ કરતાં શીખવું હોય તો જસ્ટ ૬૦ મિનિટમાં જ એ થઈ શકે છે. એક સ્ટ્રૉબેરીનો ટુકડો કાગળ પર પડ્યો હોય અને તમને એ ઉપાડવાનું મન થઈ જાય એ હદે વાસ્તવિક ચિત્રણ કરતાં શીખવા માટે થ્રી-ડી શેડ્સ કઈ રીતે ક્રીએટ કરવા એ શીખી શકાશે.
ક્યારે?: ૧૭ ઑગસ્ટ
સમયઃ સાંજે ૭
કિંમતઃ ફ્રી
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશનઃ insider.in

 

મસાલાના મૅજિકલ ગુણો જાણો

આપણે હંમેશાં મસાલાનો કઈ રીતે રસોઈમાં ઉપયોગ થઈ શકે એની જ વાતો કરતા આવ્યા છીએ, પણ મસાલા અનેક રીતે ઔષધની ગરજ પણ સારે છે. જોકે મસાલાના વધુ એક ઉપયોગ વિશે આજે ઑનલાઇન સેશન થઈ રહ્યું છે જે વિવિધ પ્રકારના મસાલાની વ્યક્તિની એનર્જી પર શું અસર થાય છે એ સમજાવશે. દરેક હર્બને વાપરવાની ચોક્કસ રીતો છે અને એટલે બેસ્ટ બેનિફિટ અને ગુડ લક માટે મસાલાના ઉપયોગ વખતે શું કરવું અને શું ન કરવું એ પણ બહુ જરૂરી છે. 
ક્યારે? : ૧૧ ઑગસ્ટ
સમય : બપોરે ૧૨
ક્યાં : ઑનલાઇન ઝૂમ પર
કિંમત : ફ્રી
રજિસ્ટ્રેશન : bookmyshow

columnists