ગુજરાતી રંગભૂમિનાં ૭૦ વર્ષ અને આવતાં ૨૫ વર્ષનું સરવૈયું : વિહંગાવલોકન

24 April, 2024 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમેય ગુજરાતી ભણતી પ્રજા ઓછી થતી જાય છે જ્યારે બોલચાલની ભાષાના શ્રેષ્ઠ મનોરંજનનું માધ્યમ ગુજરાતી નાટકોનું પણ ભવિષ્ય ધૂંધળું થઈ જશે.

લલીત શાહની તસવીર

ગઈ કાલે મેેં લખેલું કે ગુજરાતી રંગભૂમિને સાચવી લેવા નિર્માતાઓ અને કલાકારોએ એક મંચ પર આવી મંથન કરવું જોઈએ. એના માટે મારું સૂચન છે કે આવતાં ૨૫ વર્ષ માટે માર્ગદર્શિકા બનાવવી જોઈએ, SWOT ઍનાલિસિસ કરવું જોઈએ. જેની શરૂઆત અહીંથી હું જ કરી રહ્યો છું. 

S = Stregnth. નાટ્યજગતની તાકાત કઈ છે? ગુજરાતી નાટકોનું એક વિશાળ બજાર ઊભું થયું છે. મહિનાના ૧૦૦૦ પ્રયોગ થઈ શકે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા યોજાતી પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા અને આવી અન્ય સ્પર્ધામાં મુખ્ય પ્રવાહના નિર્માતાઓએ ભાગ લઈ નવા કલાકાર-કસબીઓનો કાફલો ઊભો કરવો.

W = Weakness. નાટ્યજગતની નબળાઈ કઈ? નાટકોમાં વૈવિધ્ય ઘટવા લાગ્યું છે.પ્રોડક્શન કૉસ્ટ અને પ્રોફિટેબિલિટી ભયજનક રીતે ઘટી ગઈ છે. નિર્માતાઓ કોઈ પણ રિસ્ક લેવા તૈયાર નથી.
દરેક શહેર/નગરમાં સેટિંગ્સ-લાઇટ્સ મળતાં નથી. પોતાની સંસ્થાઓ માટે નાટકો નક્કી કરતા હોદ્દેદારો ગુણવત્તા-નવીનતાના આગ્રહ કરતાં ઓછા પૈસે કઈ રીતે કામ કઢાવી લેવાય એને જ પ્રાધાન્ય આપી રહ્યા છે. સંઘભાવનાનો સદંતર અભાવ નાટ્યનિર્માતાઓને નડી રહ્યો છે.

O = Opportunity. નાટ્યજગતને અત્યારે કઈ તક છે? સંઘભાવના કોઈ પણ ભોગે વિકસાવવી. ઉપરોક્ત નબળાઈઓને સાથે મળી  દૂર કરવી. કૉલેજ અને શાળાના લેવલે નાટકો શીખવાડવાં અને કરાવવાં. નાટકો યોજતી સંસ્થાઓનો પર્યાય ઊભો કરવો.

T = Threat. નાટ્યજગત સામે ભયસ્થાનો આમ ને આમ ચાલ્યું તો થોડા સમયમાં પ્રેક્ષકો દૂર થવા લાગશે.નાટકો યોજતી સંસ્થાઓના સભ્યો ઘટવા લાગશે. નાનાં-નાનાં શિયાળનાં ટોળાં એક સિંહને ભારે પડે એવી જ રીતે નાટ્યનિર્માતાઓને નાનાં ગ્રુપો વધુ ને વધુ દબાવશે. નવા સાહસિકો-ફાઇનૅન્સ કરવાવાળા દૂર થઈ જશે.

આમેય ગુજરાતી ભણતી પ્રજા ઓછી થતી જાય છે જ્યારે બોલચાલની ભાષાના શ્રેષ્ઠ મનોરંજનનું માધ્યમ ગુજરાતી નાટકોનું પણ ભવિષ્ય ધૂંધળું થઈ જશે. આવો, આપણે સહુ ભેગા મળી સમંદર વલોવીએ. અમૃત નીકળશે એવી મને શ્રદ્ધા છે.

Gujarati Natak Gujarati Drama columnists life and style