જાણો, માણો ને મોજ કરો

10 June, 2021 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સર્ટિફાઇડ નેઇલ આર્ટિસ્ટ ઇશા કારવા પાસેથી નેઇલ આર્ટના બેઝિક્સ શીખો અને પછી નખને વરસાદી સીઝનમાં મલ્ટિકલર લુક આપીને ફીલ ગુડ કરો.  

નેઇલ આર્ટમાં પોલકાં ડૉટ્સ

નેઇલ આર્ટમાં પોલકાં ડૉટ્સ 

પોલકાં ડૉટ્સ એ એવી એવરગ્રીન ડિઝાઇન છે જે કોઈ પણ ફેબ્રિક કે મટીરિયલ પર સરસ લાગે. સર્ટિફાઇડ નેઇલ આર્ટિસ્ટ ઇશા કારવા પાસેથી નેઇલ આર્ટના બેઝિક્સ શીખો અને પછી નખને વરસાદી સીઝનમાં મલ્ટિકલર લુક આપીને ફીલ ગુડ કરો.  
ક્યારે? :  ૧૩ જૂન, રવિવાર 
સમય : સાંજે પાંચથી ૬
ક્યાં? : ઝૂમ પર
કિંમત : ૧૨૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : insider.in

પેપર ફ્લાવર આર્ટ 

બેસ્ટ અને સૌથી કૉમન ગિફ્ટ ઑપ્શનની વાત હોય તો એમાં ફ્લાવર્સનો નંબર સૌથી પહેલો આવે, પણ જો એ ફૂલો તમે ક્યાંયથી ખરીદેલાં કે તોડેલાં ન હોય અને કાગળમાંથી તમારી જાતે બનાવેલાં હોય તો એમાં પર્સનલ ટચ આવી જાય. જો હૅન્ડમેડ પેપર ફ્લાવર્સ લવલી બુકેમાં કે પછી કોઈક ચીજની સજાવટ માટે વાપરવામાં આવ્યાં હોય તો એ સુંદર લાગે છે. આ કળાની એબીસીડી શીખવી હોય તો ધ સર્કલ કમ્યુનિટી દ્વારા વર્કશૉપ છે.  
ક્યારે? :  ૧૦ જૂન, ગુરુવાર  
સમય : સાંજે ૭
ક્યાં? : ઝૂમ પર
કિંમત : ૭૪૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

સપનાં બહુ આવે છે? તો એનો મતલબ જાણો 

ઊંઘ દરમ્યાન સપનાં આવવાં એ નૉર્મલ છે. જોકે ઘણી વાર ખૂબ ડિસ્ટર્બિંગ ડ્રીમ્સ આવે છે જેનાથી ઝબકીને જાગી જવાય છે. અત્યંત વિયર્ડ સપનાંનો મતલબ શું હશે એ વિશે વિચારીને વધુ ડર પેદા થાય છે. અત્યારે ચોતરફ અસમંજસ, ભય અને ઍન્ગ્ઝાયટીનો માહોલ છે ત્યારે લ્યુસિડ સપનાં આવવાનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. કયા સમયે, 
કેવાં સપનાં આવે છે અને એનો 
મતલબ શું? આ સપનાંનું સાયન્સ સમજવું હોય તો ૨૭ વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં જાણીતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પ્રેરણા 
કોહલીએ ડિઝાઇન કરેલી વર્કશૉપમાં ભાગ લો.  
ક્યારે? :  ૧૩ જૂન, રવિવાર 
સમય : સાંજે ૭થી ૮.૩૦
ક્યાં? : ઝૂમ પર
કિંમત : ૪૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : insider.in

ફેસ મંડલા આર્ટ 

બંજારા જિપ્સીના ચંદ્રિમા મંડલ એ ડિફરન્ટ મંડલા આર્ટનાં સ્પેશ્યલિસ્ટ 
છે. કોઈ ચોક્કસ ફિગરને અલગ-અલગ રીતે દોરીને એમાંથી ફિનિશ્ડ પેઇન્ટિંગ બને છે. આ આર્ટ બાળકોની એકાગ્રતા અને ક્રીએટિવિટીને વધારવામાં મદદરૂપ બને છે. આજના સ્ટ્રેસફુલ સમયમાં ઍડલ્ટ્સ માટે એ સ્ટ્રેસબસ્ટર બની શકે છે. (આ માટે ડ્રૉઇંગ શીટ, પેન્સિલ, બ્લૅક જેલ પેન, ફેબર કૅસ્ટલ ૮ પિટ પેન્સ સાથે રાખવાં જરૂરી.)
ક્યારે? :  ૧૨ જૂન શનિવાર
સમય : બે કલાકનું સેશન (તમારી અનુકૂળતા મુજબ)
ક્યાં? : ઝૂમ પર
કિંમત : ૩૬૬ રૂપિયા

રજિસ્ટ્રેશન : bookmyshow

રિવર્સ ડીકૂપાઝ ગ્લાસ પ્લેટ 

ડીકૂપાઝ એ કલર્ડ પેપરને ફોલ્ડ કરીને એમાંથી બનાવેલા ક્રાફ્ટને કોઈ ચોક્કસ પ્લેટ, બૉટલ કે ઑબ્જેક્ટ પર ચીટકાવીને સ્પેશ્યલ પેઇન્ટ ઇફેક્ટ આપવાની આર્ટ છે. ધ સર્કલ કમ્યુનિટીના દ્વારા આ નવતર આર્ટની વર્કશૉપમાં કંઈક નવું શીખો (ટ્રાન્સપરન્ટ ગ્લાસ પ્લેટ, ગ્લુ, ડીકૂપેજ નૅપ્કિન્સ કે ટિશ્યુઝ, ઍક્રિલિક કલર્સ, ગોલ્ડ-સિલ્વર ડસ્ટ અને બાઇન્ડર, , લેસ જેવી ચીજોની જરૂર પડશે).
ક્યારે? :  ૧૧ જૂન, 
સમય : સાંજે ૫.૦૦
ક્યાં? : ઝૂમ પર
કિંમત:૭૪૯રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

પર્સનાલિટી જાણો 

તમારે માટે કઈ કરીઅર બેસ્ટ છે? તમારી પ્રતિભા અને ક્ષમતા કયા ક્ષેત્રની છે? એ જો સમજાતું ન હોય તો સેલ્ફ-અવેરનેસ ટેસ્ટથી તમને જરૂર મદદ થશે. લગભગ ૬૫ વર્ષથી જે પર્સનાલિટી ટાઇપ્સ પર રિસર્ચ થયું છે એવી મેયર્સ બ્રિગ્સ ટાઇપ ઇન્ડિકેટરની ટેસ્ટ સેલ્ફ-અવેરનેસ અને ઇન્ટ્રોસ્પેક્શન કરતાં શીખવે છે. આ ટેસ્ટના પરિણામ પરથી તમારી પ્રોફેશનલ ક્ષમતાઓ અને નબળાઈઓ શું છે એની ખબર પડશે. ક્ષેત્રમાં ચેન્જ કરવાનું વિચારતા હો તો પણ આ ટેસ્ટ અચૂક કરવી જોઈએ. 
ક્યારે? :  ૧૦ જૂનથી ૨૯ જૂન
સમય : બે કલાકનું સેશન 
કિંમત : ૭૦૦૦ રૂપિયા 
(પ્રોફેશનલ રિપોર્ટ સાથે)
રજિસ્ટ્રેશન : bookmyshow

વેજ આઇસક્રીમ ઘરે બનાવો 

બહારના તૈયાર આઇસક્રીમમાં એવી ઘણી ચીજો હોય છે જે પ્યૉર વેજિટેરિયન્સ લોકો ન ખાઈ શકે. જો તમને પણ આઇસક્રીમ બહુ ભાવતો હોય, પણ એ પ્યૉર વેજિટેરિયન જ હોય એની ખાતરી કરવી હોય તો જાતે જ બહાર જેવો આઇસક્રીમ ઘરે બનાવવો હોય તો તૈયાર થઈ જાઓ. રીમાઝ સ્વાદ કુકિંગ ક્લાસમાં એગલેસ અને વેજિટેરિયન આઇસક્રીમ ઝટપટ કઈ રીતે બને એ શીખવવામાં આવશે. લાઇવ ક્લાસમાં શીખવેલા વિડિયોનું રેકૉર્ડિંગ ૩૦ દિવસ સુધી યુટ્યુબ પર અવેલેબલ રહેશે.
ક્યારે? :  ૧૧ જૂન, શુક્રવાર
સમય : સવારે ૧૧ વાગ્યે
ક્યાં? : ઝૂમ પર
કિંમત : ૧૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

columnists