જાણો, માણો ને મોજ કરો

23 September, 2021 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્ટની દુનિયામાં ઍડ્વાન્સ્ડ ટેક્નિક ગણાતી આ લીફ કટ આર્ટ ધ સર્કલ કમ્યુનિટીના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી શીખો.

જાણો, માણો ને મોજ કરો

પીપળના પાન પર આર્ટ

પાંદડા પર કોતરણી કરવી અને પછી એના પર ઑઇલ પેઇન્ટિંગ કરવાની આર્ટ ઑઇલ પેસ્ટલ તરીકે ઓળખાય છે. આર્ટની દુનિયામાં ઍડ્વાન્સ્ડ ટેક્નિક ગણાતી આ લીફ કટ આર્ટ ધ સર્કલ કમ્યુનિટીના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી શીખો. આ માટે સૂકું અથવા લીલું પીપળ અથવા મેપલનું લીફ, શાર્પ કટર, કટિંગ મૅટ જોઈશે.
ક્યારે?: ૨૫ સપ્ટેમ્બર, શનિવાર
સમય: સાંજે ૪થી ૬
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
ફી : ૪૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશન : 
@thecirclecommunity

એક ફૂલ તમે કેટલી રીતે દોરી શકો?

બૅન્ગલોરબેઝ્ડ બૉટનિકલ આર્ટ માસ્ટર પ્રસાદ નટરાજન એક વાઇલ્ડલાઇફ આર્ટિસ્ટ છે. તેમની ખાસિયત છે બૉટનિકલ એટલે કે ખાસ કરીને ફૂલો, છોડ અને વૃક્ષોને આર્ટિસ્ટિક રીતે રજૂ કરવા. વાઇલ્ડલાઇફ આર્ટનાં તેમનાં અઢળક વર્કશૉપ્સ અને એક્ઝિબિશન્સ દુનિયાભરમાં થઈ ચૂક્યાં છે. પ્રસાદ નટરાજને ખાસ હિબિસ્કસ એટલે કે જાસૂદના ફૂલને રજૂ કરવાની વિવિધ કળા પર એક વર્કશૉપ ડિઝાઇન કરી છે. ઑનલાઇન માધ્યમ હોવાથી દુનિયાના કોઈ પણ છેડેથી એ વર્કશૉપનો લાભ લઈ શકાશે.
ક્યારે?: ૨૬ સપ્ટેમ્બર
સમય: સાંજે ૪
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
ફી: ૧૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન: insider.in

બી ધ ચેન્જ

પૃથ્વી પર ગ્લોબલ વૉર્મિંગની ખૂબ માઠી અસરો દરેક ક્ષેત્રે વર્તાઈ રહી છે ત્યારે પૃથ્વીને બચાવી શકાય એ માટે વાતાવરણની ગરમી કઈ રીતે ઘટે, પૉલ્યુશનનું પ્રમાણ કઈ રીતે ઘટે, રીસાઇક્લિંગ દ્વારા વેસ્ટ મૅનેજમેન્ટ કઈ રીતે થાય એ શીખવા-શીખવવાની પહેલ ૧૨ વર્કશૉપના એક પ્રોગ્રામ દ્વારા થઈ રહી છે જેનું નામ છે હમ પૃથ્વી સે. પૃથ્વી છે તો આપણે છીએ અને એને બચાવવા માટે કઈ બાર ચીજો કરવી જોઈએે એનું વન બાય વન જ્ઞાન વર્કશૉપ દ્વારા અપાઈ રહ્યું છે. ઘરનું વેસ્ટ મૅનેજમેન્ટ, ગ્રીન વૉશિંગ ટેક્નિકની વર્કશૉપ થઈ ચૂકી છે અને હવે આ વીક એન્ડમાં હોમ કમ્પોસ્ટિંગ તેમ જ લો વેસ્ટ સેલિબ્રેશન કઈ રીતે કરી શકાય એ વિશે જાણો. 
ક્યારે?: ૨૫ અને ૨૬ સપ્ટેમ્બર
સમય : સાંજે ૪થી ૬.૩૦
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંમત: ૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : @hum_prithvi_se ઇન્સ્ટાગ્રામ પર

ફૅશનેબલ ડ્રેપિંગ શીખો

જેમ સાડી પહેરવાની અનેક સ્ટાઇલ છે એમ કોઈ પણ લાંબા-ટૂંકા ફૅબ્રિકને અલગ-અલગ રીતે ડ્રેપ કરીને તમે ફૅશનમાં ક્રીએટિવિટી ઉમેરી શકો છો. જરૂરી નથી કે હંમેશાં સાડી જ ડ્રેપ કરો. ક્યારેક દુપટ્ટા, લાંબા-ટૂંકા સ્કાર્ફ કે કોઈ પણ સાદું ફૅબ્રિક તમે કઈ રીતે શરીર પર વીંટાળી શકો જેથી તમે ફૅશન અને ક્રીએટિવિટીની બાબતમાં સૌથી નોખા તરી આવી શકો. અલબત્ત, એ માટે તમારે સાડી, દુપટ્ટા કે ૩-૪ મીટરનું લાંબું સૉફ્ટ ફૅબ્રિક તેમ જ મિરરવાળા રૂમમાં ઝૂમ પર એક્સપરિમેન્ટ કરી શકાય એની તૈયારી રાખવી પડશે.
ક્યારે?: ૨૬ સપ્ટેમ્બર
સમય: બપોરે ૩થી ૪
ક્યાં?: ઝૂમ પર ઑનલાઇન
ફી : ૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન: insider.in

વુડન બ્લૉક પ્રિન્ટિંગ

ટેબલ લિનન પર જાતે વુડન બ્લૉક્સ દ્વારા પ્રિન્ટિંગ કરીને બ્યુટિફુલ ડિઝાઇન ક્રીએટ કરવાની અને બીજા કોઈનીયે પાસે ન હોય એવી યુનિક ડિઝાઇનનું ટેક્સટાઇલ મટીરિયલ ડેવલપ કરવાની મજા જ કંઈક ઑર છે. લિનન, કૉટન અને સિલ્ક એમ ત્રણેય પ્રકારનાં કપડાં પર વુડન બ્લૉક્સથી પ્રિન્ટિંગ કરવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે. હાથથી બ્લૉક પ્રિન્ટિંગ કરવું એ ખૂબ સ્લો અને યુનિક પ્રોસેસ છે. એમાંથી થોડુંક સરળ ગણાતા લિનન પર બ્લૉક પ્રિન્ટિંગ શીખવા માટે તૈયાર થઈ જાઓ. આખી વર્કશૉપ હિન્દીમાં છે.
ક્યારે?: ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર
સમય: ૨૪મીએ સાંજે ૪ અને ૨૫મીએ સાંજે ૫ (બન્ને દિવસે દોઢ કલાકનું સેશન)
ક્યાં: ઑનલાઇન ઝૂમ પર
કિંમત: ૫૧૦૦ રૂપિયા 
(મટીરિયલ કિટ સાથે)
રજિસ્ટ્રેશન : insider.in

રામ ચાહે લીલા - વૅકિંગ વર્કશૉપ

વૅકિંગ એ વિશિષ્ટ ડાન્સિંગ સ્ટાઇલ છે જે અમુક જ પ્રકારનાં સૉન્ગ્સ પર સૂટ થાય છે. સ્નેહા કપૂર્સ ઇન્સ્ટિટ્યૂટ વતી ડાન્સર કૃપા વાઘેલા પાસેથી ‘રામ ચાહે લીલા...’ સૉન્ગ પર વૅકિંગ સ્ટાઇલ શીખવા તૈયાર થઈ જાઓ. બે દિવસની વર્કશૉપમાં ‘રામ ચાહે લીલા...’ ગીત પર વૅકિંગ સ્ટાઇલમાં કમરના ઠૂમકા લગાવવાના બેસિક્સ પાઠ શીખવા મળશે. 
ક્યારે?: ૨૫ અને ૨૬ સપ્ટેમ્બર
સમય: સાંજે ૪થી ૬
ક્યાં: ઑનલાઇન ઝૂમ પર
ફી: ૭૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન: insder.in

columnists