11 November, 2025 03:16 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘મિસ્ટર સોમચંદ શાહ...’
‘જી...’ સામેથી અવાજ આવ્યો, ‘આપ કોણ...’
‘હું મનસુખ સંઘવી વાત કરું છું... સંઘવી ઍન્ડ સન્સનો ચૅરમૅન...’ મનસુખભાઈએ ઓળખાણ આપી, ‘તમારો નંબર મને સવજીભાઈએ આપ્યો છે. સુરતના સવજીભાઈ...’
મનસુખભાઈને હતું કે સવજીભાઈ ધોળકિયાનું નામ આવશે તો સામેથી આવતા પ્રત્યુત્તરમાં ઉત્સાહ ઉમેરાશે; પણ ના, પ્રત્યુત્તર ફિક્કો જ રહ્યો.
‘હા, બોલો...’
‘મારે તમને મળવું છે...’
‘શું કામ?’
‘રૂબરૂ મળીને કહું તો...’ મનસુખભાઈએ કહ્યું, ‘થોડું પર્સનલ છે તો...’
‘હું કાલે ફોન કરીશ...’
મનસુખભાઈ કંઈ કહે કે પૂછે એ પહેલાં તો તેમનો ફોન કટ થઈ ગયો. આમ જોઈએ તો આ એક પ્રકારની તોછડાઈ હતી, પણ મનસુખભાઈને મજા એ વાતની આવી ગઈ હતી કે આવું કરીને ડિટેક્ટિવ સોમચંદે પોતે જ પોતાના માટે પરીક્ષા ઊભી કરી લીધી હતી.
સંઘવી ઍન્ડ સન્સના માલિકનો મોબાઇલ-નંબર ભાગ્યે જ કોઈ પાસે હોય અને મનસુખ સંઘવી કોઈને ફોન કરે તો નંબરને બદલે સ્ક્રીન પર ‘પ્રાઇવેટ નંબર’ આવી જાય. આવા સમયે હવે સોમચંદ તેને ફોન કેવી રીતે કરે છે, પોતાનો નંબર કેવી રીતે મેળવે છે એ ઑટોમૅટિકલી ખબર પડી જવાની હતી. જો સોમચંદ તેના સુધી પહોંચી જાય તો માનવું કે માણસમાં કામ કરવાની કળા છે અને ધારો કે ન પહોંચે તો...
બીજો ઑપ્શન વિચારવાની તક મળી ગઈ.
lll
‘સર, કોઈ સોમચંદ શાહનો ફોન હતો. તમારી સાથે વાત કરવી હતી...’
સવારે ડાઇનિંગ ટેબલ પર જ્યારે સેક્રેટરી રૂપલે મનસુખભાઈને કહ્યું ત્યારે જ મનસુખભાઈ રૂપલને સવાલ કરવા માગતા હતા, પણ વર્ષા અને રાહુલની હાજરીમાં તે આ વિષય ઉખેડવા નહોતા માગતા એટલે ચૂપ રહ્યા. જોકે ઘરમાં જ બનાવવામાં આવેલી પર્સનલ ઑફિસમાં ગયા પછી તેમણે પહેલો સવાલ રૂપલને કર્યો હતો...
‘સોમચંદનો ફોન કયા નંબર પર આવ્યો હતો?’
‘તમારા પર્સનલ ફોન પર...’ રૂપલે ચોખવટ કરી, ‘મને એટલે જ લાગ્યું કે મે બી તમારા કોઈ જૂના ફ્રેન્ડ હોય...’
‘હં... ફ્રેન્ડ જ છે.’
‘વાત કરાવી દઉં?’
‘ના, હું જ ફોન કરી લઉં છું.’
મનસુખભાઈનો જવાબ સાંભળીને રૂપલે ધારી લીધું કે બન્ને વચ્ચે સાચે જ કોઈ જૂની દોસ્તી હશે અને એ જ કારણ હતું કે રૂપલે આ નામ મનમાં સ્ટોર કર્યું નહીં. જો તેણે સ્ટોર કર્યું હોત તો ચોક્કસ રાજીવ અને રાહુલને તેણે વાત કરી હોત.
lll
‘ગુડ મૉર્નિંગ સોમચંદભાઈ...’ મનસુખભાઈએ સીધું જ પૂછી લીધું, ‘બોલો, ક્યારે મળવાનું ફાવશે?’
‘બપોરે અઢી વાગ્યે...’ સોમચંદે તાકીદ પણ કરી, ‘મોટા માણસ છો એટલે જાહેરમાં તો તમને મળવા નહીં બોલાવી શકાય. તમે જ કહો, મારે ક્યાં આવવાનું રહેશે...’
‘તાજ લૅન્ડ્સ એન્ડ... ત્યાં મારો એક રૂમ કાયમ માટે હોય છે. હું એક વાગ્યે હોટેલ પહોંચી જઈશ...’ મનસુખભાઈએ કહ્યું, ‘રૂમ-નંબર ૧૧૦૧. રિસેપ્શન પર પૂછવાની કે એન્ટ્રી કરવાની જરૂર નથી, એ હું પહેલેથી કરાવી દઈશ. કોઈને પણ કહેશો એટલે તે તમને ઉપર લઈ આવશે.’
‘ઠીક છે.’
lll
‘રૂપલ... રાહુલને મોકલ...’
ફોન પૂરો કરીને મનસુખભાઈએ તરત જ સૂચના આપી અને બે જ મિનિટમાં રાહુલ સંઘવી પપ્પાની ચેમ્બરમાં હતો.
‘યસ સર...’
ઑફિસનો પ્રોટોકૉલ હતો, કોઈ રિલેશનશિપ નહીં. દરેક એકબીજાને સિનિયૉરિટી મુજબનું સંબોધન કરે અને આ પ્રોટોકૉલ મનસુખભાઈના પપ્પાએ શરૂ કર્યો હતો. દીકરો સંઘવી ઍન્ડ સન્સ જૉઇન કરે એની આગલી રાતે જ તેને ઑફિસના તમામ નિયમો સમજાવી દેવામાં આવ્યા હતા અને જીવનનો નિયમ છે, ગળથૂથીમાં જે મળ્યું હોય એને તમે આગળ આપતા રહો.
‘આપણે એક મીટિંગ માટે જવાનું છે, પર્સનલ મીટિંગ છે.’
‘ઓકે સર...’
‘તાજમાં મીટિંગ છે. આખી મીટિંગમાં તું હાજર રહે એવું હું નથી ઇચ્છતો; પણ તું તે વ્યક્તિને એક વાર મળી લે, તારી ઓળખાણ થઈ જાય તો ભવિષ્યમાં કંઈ કામ હોય તો પ્રૉબ્લેમ ન થાય...’
‘ઍઝ યુ સે સર...’ રાહુલે ફૉર્મલિટી પૂરી કરતાં કહ્યું, ‘મને ટાઇમિંગ્સ મોકલી આપજો, હું સીધો તાજ પર પહોંચી જઈશ...’
‘બપોરે અઢી વાગ્યે મળવાનું છે...’ મનસુખભાઈએ કહ્યું, ‘ઍડ્રેસ તને ખબર છે, લૅન્ડ્સ એન્ડ...’
lll
‘ઇન્ક્વાયરીનો હેતુ શું છે?’
‘ના પાડવાનું કારણ...’ મનસુખ સંઘવીએ સોમચંદની સામે જોયું, ‘ના પાડવાનું જે કારણ છે એ કારણમાં મને જે-જે વાતમાં શંકા છે એ તમને કહી દઉં. એક તો મને એવું છે કે મારા દીકરામાં કાં તો કોઈ ફિઝિકલ પ્રૉબ્લેમ છે જેના વિશે તે અમને કહી શકતો નથી...’
‘બીજી શંકા...’
‘પપ્પાને એવું છે કે રાજીવ ગે હોઈ શકે છે...’
‘માત્ર શંકા છે કે પછી એવો કોઈ ઇન્સિડન્ટ બન્યો અને મનમાં આ વિચાર આવ્યો?’ ડિટેક્ટિવ સોમચંદ પૉઇન્ટ્સ નોટડાઉન કરતા જતા હતા, ‘ધારો કે માત્ર શંકા જ હોય તો આ બન્ને બાબત વિશે તમારે વધુ ઇન્ક્વાયરી કરવા ડૉક્ટરને મળવું જોઈએ. યુ કૅન કૉન્ટૅક્ટ ડૉ. પ્રકાશ કોઠારી. વાત બહાર નહીં જાય એની ગૅરન્ટી મારી.’
‘એ જ તો વાત છે, અમારે ડૉક્ટર પાસે અત્યારે નથી જવું. અમે વાત જાણી લઈએ, અમને ખાતરી થઈ જાય તો અમે ત્યાં જઈશું.’
સોમચંદ કંઈ કહે એ પહેલાં જ રાહુલ સંઘવીએ સોમચંદને કહ્યું, ‘સર, પપ્પાની આ ઇચ્છા પૂરી થાય એવું અમે બધા ઇચ્છીએ છીએ.’
‘હં...’ સોમચંદે પહેલી વખત રાહુલ સામે ધ્યાનથી જોયું, ‘તમારાં મૅરેજ...’
‘થઈ ગયાં છે. બે બાળકો છે.’
‘તમે ક્યારેય તમારા ભાઈને સમજાવવાની કોશિશ કરી...’
‘ટુ બી વેરી ઑનેસ્ટ... પપ્પાની ઇચ્છાથી એક કે બે વખત. બાકી હું માનું છું કે મૅરેજ એ પર્સનલ ચૉઇસ છે, એમાં કોઈની દરમ્યાનગીરી ન ચાલે.’
‘ફુલ્લી ઍગ્રી...’ ડિટેક્ટિવ સોમચંદે મનસુખ સંઘવી સામે જોયું, ‘મિસ્ટર સંઘવી, તમે જે બાબતની ઇન્ક્વાયરી કરવાનું કામ મને સોંપવા માગો છે એ બાબતમાં હું પણ તમારા સન જેવી જ વિચારધારા ધરાવું છું અને બીજી વાત, મેં પોતે મૅરેજ નથી કર્યાં.’
‘અમને તમારા મૅરિટલ સ્ટેટસ સાથે નહીં, તમારા કામ સાથે નિસબત છે.’ મનસુખ સંઘવીએ કહ્યું, ‘તમારી ગર્લફ્રેન્ડ હોય, તેની સાથે તમે વર્ષમાં બેથી ત્રણ વાર વેકેશન કરતા હો તો પણ અમને કોઈ પ્રૉબ્લેમ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને બીજો કોઈ પ્રૉબ્લેમ નથી.’
‘એક વીક...’ મનસુખ સંઘવીની વાતમાં પોતાને પણ જવાબ મળી ગયો એટલે સોમચંદે નિર્ણય લઈ લીધો, ‘મને એક વીક જોઈશે. આ એક વીક દરમ્યાન હું ઇચ્છું ત્યારે રાજીવને મળીશ. અમે બહાર પણ જઈશું અને એ બધા માટે હું તમારા ફ્રેન્ડ તરીકે મારી ઓળખાણ આપીશ. હું નથી ઇચ્છતો કે તમારા સનને આ ઇન્ક્વાયરી ડિટેક્ટિવ કરે એ ખબર પડે. શું છે, ઈગો ઇશ્યુ. આજની જનરેશનને માઠું બહુ ઝડપથી લાગી જાય છે.’
સોમચંદ ઊભા થયા અને હોટેલની રૂમના દરવાજા પાસે પહોંચ્યા અને તેમના મનમાં વિચાર ઝબકી ગયો.
‘સંઘવીસાહેબ, ક્યાંક તમારા દીકરાની લાઇફમાં પણ મારા જેવી ઘટના નથી બનીને... કોઈ છોકરી હોય પણ તે છોકરી મૅરેજ માટે તૈયાર ન હોય.’
‘બધેબધું તમારે જાણવાનું છે મિસ્ટર સોમચંદ.’ મનસુખભાઈએ મીડિયોકર કહેવાય એવી મજાક કરતાં કહ્યું, ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં...’
lll
‘અંકલ, તમારી બધી વાત સાચી, પણ મને યાદ નથી આવતું કે હું તમને મળ્યો હોઉં... ઑનેસ્ટ્લી.’
જુહુ ક્લબની સ્વિમિંગ-પૂલ લાઉન્જના ટેબલ પર જયપ્રકાશ મજેઠિયા અને રાજીવ બેઠા હતા. રાતનો સમય હતો અને એ પછી પણ ક્લબના સ્વિમિંગ-પૂલ પર પાર્ટી ચાલુ હતી. પૂલ-પાર્ટી હોવાથી યંગસ્ટર્સનો રીતસર જમાવડો લાગ્યો હતો. રાજીવના હાથમાં વાઇનનો ગ્લાસ હતો અને જયપ્રકાશે મૅજિક મોમેન્ટ વૉડકાએ નવી લૉન્ચ કરેલી વર્વ નામની પ્રોડક્ટ ગ્લાસમાં ભરી હતી.
‘જીવનમાં બધું યાદ રાખવું જરૂરી નથી...’
‘તમે શું ઇચ્છો છો?’ રાજીવ બિઝનેસની વાત પર આવ્યો, ‘ઇન્ડિયામાં અત્યારે IT સેક્ટરમાં તેજી છે, પણ સામે પક્ષે એવું પણ છે કે અહીં ઇન્ડિયન પ્રોડક્ટ્સ માટે હજી પણ એવો રિસ્પેક્ટ નથી. આજે પણ લોકોને અમેરિકન પ્રોડક્ટ્સ જ વાપરવી છે.’
‘આ જે રિસ્પેક્ટ છે એની પાછળનું કારણ...’
‘મેઇન રીઝન ક્વૉલિટી અને સેકન્ડ રીઝન પ્રેઝન્ટેશન...’
‘ઓકે... રાજીવ, આપણે પ્રેઝન્ટેશન અને ક્વૉલિટી બન્ને પર ફોકસ કરીશું.’ જયપ્રકાશે તરત જ કહ્યું, ‘ફરક માત્ર એટલો હશે કે એ પ્રોડક્ટ્સ તૈયાર ઇન્ડિયામાં થશે, પણ આપણે એની ડિઝાઇનથી માંડીને બાકીનું બધું કામ અમેરિકામાં કરાવીશું. બ્રૅન્ડનેમ પણ આપણે એવું જ પ્રિફર કરીએ જે અમેરિકન હોય.’
‘નાઇસ આઇડિયા...’
વાતો ચાલતી રહી અને પાર્ટી પણ કન્ટિન્યુ રહી.
બન્ને એકબીજા સાથે પૂરા રિસ્પેક્ટથી વાત કરતા રહ્યા તો બન્નેએ ડ્રિન્ક્સના ગ્લાસ પર પણ કન્ટ્રોલ રાખ્યો હતો.
lll
‘સર, આપણે રૂબરૂ મળીએ...’ સોમચંદે ફોન પર જ મનસુખ સંઘવીને કહી દીધું, ‘તમારી શંકાઓમાંથી એક શંકા તમારે કાઢી નાખવાની છે.’
‘ત્યાં જ મળીએ...’
‘શ્યૉર... આજે સાંજે સાત વાગ્યે...’ સોમચંદે કહી દીધું, ‘આજની મીટિંગ પછી મારે આજ કેસમાં બીજા કામે લાગવાનું છે એટલે આપણે આજે મળી લઈએ એ બહુ જરૂરી છે.’
lll
‘હા સોમચંદ... બોલો.’ મનસુખ સંઘવીએ એનર્જી ડ્રિન્કથી શરૂઆત કરી, ‘શું ખબર પડી?’
‘તમારો સન નૉર્મલ છે...’ સોમચંદે હાથ લંબાવતાં કહ્યું, ‘થૅન્ક્સ કે તમે
પૂલ-પાર્ટીની મને અરેન્જમેન્ટ કરી આપી અને એમાં રશિયન છોકરીઓ અને મૉડલને લઈ આવવાની મને પરમિશન આપી.’
‘તમે એ ડિમાન્ડ કરી ત્યારે જ મારે પૂછવું હતું. એ બધાથી શું ફરક પડ્યો?’
‘ઓશોએ બહુ સરસ કહ્યું છે કે સેક્સ બે પગ વચ્ચે નહીં, બે કાન વચ્ચે એટલે કે મનમાં હોય છે.’ સોમચંદને આજે ડ્રિન્ક્સ લેવામાં કન્ટ્રોલ નહોતો રાખવાનો એટલે તેમણે લાર્જ પેગની મોટી ચૂસકી લીધી, ‘જો સારી, દેખાવડી અને સુદૃઢ બાંધો ધરાવતી ઑપોઝિટ સેક્સની વ્યક્તિ જોઈને તમને ખુશી થતી હોય, તમારા શરીરના આવેગોમાં ચેન્જ આવતો હોય તો માનવું કે તમે નૉર્મલ છો અને તમારો સન એ બાબતમાં બિલકુલ નૉર્મલ છે. મારે વધારે તો તમને કશું ન કહેવું જોઈએ, પણ તે જે રીતે ત્યાં હતી તે મૉડલને પગથી માથા સુધી સ્કૅન કરતો હતો એ જોઈને હું જ નહીં, કોઈ પણ કહી શકે કે તમારો સન ગે હોય એવી તો કોઈ વાત નથી.’
‘કન્ફર્મને?’
‘હન્ડ્રેડ પર્સન્ટ...’ સોમચંદે કહ્યું, ‘એક તબક્કે તો તેના માટે ત્યાં બેસી રહેવું પણ મુશ્કેલ હતું એવું કહું તો પણ ખોટું નહીં કહેવાય...’
‘ઓકે... હવે આગળ શું?’
‘એ જ વાત કરવા તમને બોલાવ્યા છે...’ સોમચંદે એક જ સિપમાં બધી વૉડકા પેટમાં ઠાલવી દીધી, ‘મારે તમારા સનને સર્વેલન્સમાં લેવો છે. તેના મોબાઇલથી માંડીને તેની રોજબરોજની વાતો, તેના વ્હીકલનું ટ્રૅકિંગ... બધેબધું...’
મનસુખ સંઘવી માટે આ શૉકિંગ હતું, જે શૉક તેમના ચહેરા પર પણ દેખાતો હતો.
(ક્રમશ:)