યુ આર બ્યુટિફુલ

31 January, 2023 05:20 PM IST  |  Mumbai | Rashmin Shah

ફ્લૉરિડામાં યોજાયેલી સ્પર્ધામાં મિસ વર્લ્ડ ઇન્ટરનૅશનલ 2022નું ટાઇટલ જીતનારી પહેલી ભારતીય અભિનેત્રી પાસેથી વેલનેસ પાછળની ફિલોસૉફી બહુ સીધી અને સરળ છે

પ્રિયા પરમિતા પૉલ

બસ, આટલું યાદ રાખો તો તમે મેન્ટલી હેલ્ધી થઈ જશો એવી ખાતરી આપે છે ટીવી-સિરીઝ ‘એન્જિનિયરિંગ ગર્લ્સ’ની ઍક્ટ્રેસ પ્રિયા પરમિતા પૉલ. બ્યુટીની વ્યાખ્યા માત્ર ચહેરાનાં ફીચર્સ કે રંગથી નહીં, પણ તમે તમારા માટે શું વિચારો છો એના પર પણ નિર્ભર કરે છે એવું માનતી મૉડલ, લાઇફ કોચ અને ફ્લૉરિડામાં યોજાયેલી સ્પર્ધામાં મિસ વર્લ્ડ ઇન્ટરનૅશનલ 2022નું ટાઇટલ જીતનારી પહેલી ભારતીય અભિનેત્રી પાસેથી વેલનેસ પાછળની ફિલોસૉફી બહુ સીધી અને સરળ છે

ગોલ્ડન વર્ડ‍્સ હેલ્ધી રહેવું એ જો સક્સેસની ચાવી હોય તો તમને જે ગમે છે એ ઍક્ટિવિટીને લાઇફસ્ટાઇલ બનાવવાની જવાબદારી તમારી પોતાની છે.

કૅન યુ બિલીવ? હેલ્થ માટેની પહેલી ઍક્ટિવિટી મેં ૨૦૧૯માં શરૂ કરી. 

યસ, એ પહેલાં ક્યારેય કંઈ જ નહોતી કરતી. નૅચરલી હેલ્ધી હતી, પણ ૨૦૧૯માં થાઇરૉઇડ ઇશ્યુ ડિટેક્ટ થયા પછી નક્કી કર્યું કે ઇટ્સ હાઈ ટાઇમ. 

બીમારીઓ મને ક્યારેય ગમી નથી. ઑબ્વિયસલી, બીમારી કોઈને ન ગમે પણ બીમારીઓ આવ્યા પછીયે આપણે ન સુધરીએ અને આપણી જીવનશૈલીમાં બદલાવ ન લાવીએ તો આપણા જેવું મૂર્ખ કોઈ નથી. થાઇરૉઇડ ઇશ્યુ મારા માટે વેકઅપ કૉલ હતો. એ જ દિવસથી મેં યોગ શરૂ કર્યા અને પછી ધીમે-ધીમે બીજી ફિટનેસ ઍક્ટિવિટી પણ હું ઉમેરતી ગઈ. મારાં મમ્મી વર્ષોથી યોગ કરે છે, પણ એ સિવાય ક્યારેય દૂર-દૂર સુધી કોઈનું એક્સરસાઇઝ સાથે કોઈ રિલેશન નથી રહ્યું. જિનેટિકલી અમે બધા હેલ્ધી છીએ એટલે કોઈ એવી મેજર તકલીફો પણ નથી આવી, પણ અત્યારે જે સમયમાં આપણે જીવીએ છીએ ત્યાં હેલ્થની બાબતમાં અવેરનેસ બહુ જરૂરી છે. 

તમે માનશો નહીં પણ મને એવું લાગે કે આજના સમયમાં આપણે બીમારીને સહજ ગણીને ઍક્સેપ્ટ કરી લીધી છે, જે બહુ ખરાબ છે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર કે થાઇરૉઇડ ઇશ્યુ હોય તો એને બહુ સહજ રીતે લેવામાં આવે છે. એ હેલ્થ ઇશ્યુઝને પાર્ટ-ઑફ-લાઇફ ગણી લોકો લાઇફટાઇમ દવા લેવા માટે તૈયાર છે. મને ખરેખર નવાઈ લાગે કે તમે બીમારીને કેવી રીતે જીવનના ભાગ તરીકે સ્વીકારી શકો? થાઇરૉઇડ ઇશ્યુ આવ્યો એ જ સમયથી મેં નક્કી કરી લીધું કે બીમારીથી તો દૂર સારા. અને તમે માનશો નહીં, પણ છેલ્લાં ત્રણ વર્ષમાં મેં જેન્યુઇનલી મારા હેલ્થ ઇશ્યુને બહુ કન્ટ્રોલ કર્યો છે.

હું કૉન્શિયસલી ઍક્ટિવ છું | યોગ બેસ્ટ છે અને એ વિશે મારે કંઈ જ વધારે કહેવાની જરૂર નથી. કોવિડના પિરિયડમાં લોકોએ પુષ્કળ એનો બેનિફિટ લીધો અને લોકોને ફાયદો પણ થયો. એ જ કારણે આજે યોગ ઇન-થિંગ બન્યા છે, ખાસ કરીને બ્રીધિંગ એક્સરસાઇઝ. 

યોગની સાથે હું વર્કઆઉટ માટે રેગ્યુલરલી જિમમાં જાઉં છું. મેડિટેશન માટે પણ નિયમિત સમય ફાળવું છું. આ નિયમિત શબ્દ તમે બોલ્ડમાં વાંચજો, કારણ કે આ જે કન્સિસ્ટન્સી છે એ બહુ મહત્ત્વની છે. યોગ અને વર્કઆઉટ સિવાય હું વચ્ચે-વચ્ચે ઝુમ્બા, પિલાટેઝ, ક્રૉસ-ફીટ પણ કરી લેતી હોઉં છું. તમને જ્યારે જે કરવામાં મજા આવે એ કરવાનું એ જ મારો મેઇન ફન્ડા છે અને એવું કરીને તમારી જાત માટે સારું ફીલ કરવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. 

આ પણ વાંચો :  એક કદમ સ્વસ્થતા કી ઓર

મને યાદ છે કે મિસ વર્લ્ડ પૅજન્ટ માટે મેં જ્યારે મારી જાતને ચૅલેન્જ કરી ત્યારે મને ખબર હતી કે એ બહુ મોટો પડકાર છે. ફૉરેનના લોકો જિનિટિકલી આપણા કરતાં જુદા છે. તેઓ ત્યાંના એન્વાયર્નમેન્ટ અને લાઇફસ્ટાઇલને કારણે આમ પણ આપણા કરતાં ક્યાંય વધારે હેલ્ધી છે તો આ ઉપરાંત એ લોકોની હાઇટ પણ આપણા કરતાં ક્યાંય વધારે સારી છે. નૅચરલી ઇન્ફિરિયૉરિટી કૉમ્પ્લેક્સ આવે એવાં આ સિવાયનાં પણ બીજાં કારણો હતાં અને એ પછી પણ મેં મારી જાત પર ભરોસો રાખ્યો. મને તમને સૌને પણ કહેવું છે કે સુંદરતાની વ્યાખ્યા ઘણી મોટી છે. તમે ગોરા છો તો જ સુંદર કે લાંબા છો તો જ બ્યુટિફુલ એવું બિલકુલ નથી. યાદ રાખજો, જ્યારે તમે તમારી જાત સાથે આત્મવિશ્વાસ સાથે ઊભા રહી બધા પ્રકારના લોકોનો સામનો કરી શકો ત્યારે તમે સૌથી બ્યુટિફુલ છો.

BTW, તમે ડાયટ કરો છો?

ન કરતા હો તો કમ સે કમ એટલું નક્કી કરો કે આજથી હું અનહેલ્ધી ખોરાક ઓછામાં ઓછો ખાઈશ અને એ પણ નક્કી કરો કે જે ખાઓ છો એનું પાચન બરાબર થાય છે કે નહીં અને એ ફૂડમાંથી મળતી કૅલરીનો ઉપયોગ થાય છે કે નહીં. માનજો કે જો આટલું કરી શક્યા તો પણ તમે ઓવરઑલ હેલ્ધી જ રહેશો. 

હું ખાવાની બહુ શોખીન છું એટલે મન માર્યા વિના જે મન થાય એ લિમિટેડ ક્વૉન્ટિટીમાં ખાઈ પણ લઉં છું, પણ પછીના દિવસે કૅલરી બર્ન થઈ જાય એનું પણ ધ્યાન રાખું છું અને એ માટે જે લેબર કરવું પડે છે એ કરવા પણ તૈયાર રહું છું. જો ભાવતું ખાવું હોય તો એને ડાઇજેસ્ટ કરવાની તૈયારી રાખવાની અને ધારો કે એવી તૈયારી ન હોય તો યોગ્ય ન કહેવાય એવું ભાવતું છોડવાની તૈયારી રાખવાની.

columnists Rashmin Shah health tips