અપસાઇક્લિંગ ટિપ્સ: દવાની ખાલી બૉટલનો ઉપયોગ

15 April, 2026 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાનની બુટ્ટી કે વીંટી જેવી નાની કીમતી વસ્તુઓ, નાનાં મોતી, આર્ટ ઍન્ડ ક્રાફ્ટની ઝીણી વસ્તુઓ ખોવાઈ ન જાય એ માટે બૉટલમાં ભરીને રાખી શકો.

દવાની ખાલી બૉટલનો ઉપયોગ

 શૅમ્પૂ, લોશન કે ફેસવૉશ ભરવા માટે દવાની બૉટલ વાપરી શકો, જેથી મોટી બૉટલનું વજન ન ઉપાડવું પડે.
 કાનની બુટ્ટી કે વીંટી જેવી નાની કીમતી વસ્તુઓ, નાનાં મોતી, આર્ટ ઍન્ડ ક્રાફ્ટની ઝીણી વસ્તુઓ ખોવાઈ ન જાય એ માટે બૉટલમાં ભરીને રાખી શકો.
 બગીચાનાં અલગ-અલગ બીને ભેજમુક્ત રાખવા માટે સીડ સ્ટોરેજ તરીકે વાપરી શકો.
 ઘરની વધારાની ચાવી આ બૉટલમાં મૂકી, એને કૂંડાની માટીમાં સહેજ દાટી શકાય જેથી એ બહારથી ન દેખાય પણ જરૂર પડ્યે મળી રહે.
 બૅન્ડ-એઇડ, ઍન્ટિસેપ્ટિક વાઇપ્સ અને જરૂરી ગોળીઓનો નાનો સેટ રાખીને બૉટલને તમે મિની ફર્સ્ટ એઇડ કિટ બનાવી શકો. 

columnists lifestyle news life and style gujarati mid day medical information