શાનદાર સફારી

15 March, 2021 01:34 PM IST  |  Mumbai | Abhisha Rajgor

શાનદાર સફારી

શાનદાર સફારી

ગયા વર્ષે જ્યારે દિલ્હીના ઑટો એક્સ્પોમાં તાતાએ નવું Gravitas મૉડલ રજૂ કર્યું ત્યારે તાતાની પહેલી જમ્બો ગાડીની યાદો તાજી થઈ અને લોકોને લાગ્યું કે કદાચ આ મૉડલ જ સફારીનો વારસો આગળ વધારશે એટલે જ્યારે ગાડી લૉન્ચ થઈ ત્યારે એનું નામ બદલીને Gravitas ન રાખતાં સફારી કરી દેવામાં આવ્યું.
તાતા મોટર્સે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં સફારી મૉડલનું લૉન્ચિંગ થાય એ પહેલાં જ ૩૦,૦૦૦ રૂપિયા ભરીને પ્રી-બુકિંગ શરૂ કરેલું. સફારીના આ નવા મૉડલને લોકોનો અધધધ પ્રતિસાદ મળ્યો. ફેબ્રુઆરીના અંતમાં મૉડલ લૉન્ચ થઈ ગયું અને હવે વેહિકલની ડિલિવરી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે દિલ્હી એનસીઆરમાં તો ૧૦૦થી વધુ વાહનોની ડિલિવરી થઈ ચૂકી છે. કંપનીના રિપોર્ટ્સ મુજબ મોટા ભાગનું બુકિંગ ઓર્કસ વાઇટ અને રૉયલ બ્લુ પેઇન્ટ સ્કીમની એક્સઝેડએ + ટ્રીમ (XZA) મૉડલ માટે આવ્યું છે અને આ મૉડલ માટે કેટલાંક સેન્ટરો
પર એટલું પ્રી-બુકિંગ થઈ ગયું છે કે વેઇટિંગ પિરિયડ ૪૫ દિવસ કે એથી વધુનો છે. તો ખરેખર એવું શું છે કે લૉન્ચના આટલા ઓછા સમયમાં તાતાની આ નવી સફારીની ડિમાન્ડ આટલીબધી છે?
ડિમાન્ડ કેમ આટલી? | કંપનીએ ન્યુ ફોરેવરની ફિલોસૉફી અપનાવીને ગયા વર્ષે શરૂ થયેલી બીએસ ૬ રેન્જને અપનાવી છે એ એને મળતા બહોળા પ્રતિસાદનું મહત્ત્વનું કારણ મનાય છે. કંપનીને પ્રીમિયમ હૅચબૅક તાતા અલ્ટ્રોઝ અને બીએસ 6 હેરિયર સહિત ન્યુ ફોરેવર રેન્જનાં તમામ ઉત્પાદનોમાં ડિમાન્ડ દેખાઈ રહી છે. એટલે જ ભલે કોરોનાના સમયમાં લોકોની મૂવમેન્ટ ઓછી રહી, પણ ન્યુ નૉર્મલ સમયમાં મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગમાં સેફ્ટી સાથે હરવા-ફરવા માટે પર્સનલ વેહિકલ ખરીદવાનું વલણ દેખાઈ રહ્યું છે જેમાં સફારીની સફર બહુ સારી રહી.
ખાસ શું છે? | તાતા મોટર્સે જૅગ્વાર લૅન્ડ રોવર (જેએલઆર)ની ડી8 આર્કિટેક્ચરનું અપગ્રેડેડ વર્ઝન અપનાવ્યું છે. લૅન્ડ રોવરનું ડી 8 પ્લૅટફૉર્મ - વિશ્વભરમાં એસયુવીઝનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે.

સફારીનો દબદબો
તાતા સફારી 1998ની સાલથી ભારતીય ઑટોમોબાઇલ ઉત્પાદક તાતા મોટર્સ દ્વારા ઉત્પાદિત SUV સેગમેન્ટમાં ખૂબ લોકપ્રિય બ્રૅન્ડ હતી. એના કદાવર લુક અને ટફ બૉડીનો પરચો એટલો હતો કે ભારતીય લશ્કરે તાતા સ્ટૉર્મનું સ્પેશ્યલ GS800 વર્ઝન, બુલેટપ્રૂફ કાચ, એક્સ્ટ્રા વજન ક્ષમતા સાથે ઑર્ડર કરીને બનાવડાવી હતી.

કેવી છે નવી સફારી?
૧. ટ્રેન્ડી લુકવાળી લાઇટની નીચે પ્રોજેક્ટર હેડલૅમ્પ્સ છે જે માત્ર હાઈ-એન્ડ એક્સઝેડ મૉડલ સુધી મર્યાદિત છે
૨. સનરૂફ કૅબિનને લક્ઝુરિયસ લુક આપે છે
૩. ઊંચી ઓવરહેડ સ્પેસને કારણે અંદરની બાજુ વધુ જગ્યા મળે છે.
૪. સ્ટિયરિંગ વ્હીલ અને ગિયર નૉબ પર લેધર કવર લક્ઝુરિયસ લુક આપે છે

columnists