સરકારે ક્રિકેટ સિવાયની સ્પોર્ટ્સની ટ્રેઇનિંગ માટે ધ્યાન આપવું જોઈએ

06 August, 2021 08:02 AM IST  |  Mumbai | Bhavini Lodaya

સરકારે સ્પોર્ટ્સ માટે સ્કૉલરશિપ વધારવી જોઈએ. સારા કોચ અપૉઇન્ટ કરી વધુમાં વધુ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવી ટ્રેઇનિંગ આપવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

શારીરિક સ્વાસ્થ્ય માટે અને પ્રસન્નતા માટે ખૂબ જરૂરી એવી સ્પોર્ટ્સને આપણી મહારાષ્ટ્ર સરકારે પૂરતો સપોર્ટ આપવાની જરૂર છે. જે લોકો સક્ષમ છે એ લોકો પ્રાઇવેટ કોચિંગ કરાવી શકે છે પરંતુ મોટા ભાગના લોકોને આટલા મોંઘા કોચિંગ પરવડતા નથી અને સરકાર તરફથી વિશેષ મદદ ન મળતાં તેઓ આગળ આવી નથી શકતા. આપણે ત્યાં ક્રિકેટનું ઘેલું બહુ છે. હોય, કોઈ એક ગેમ ફેવરિટ હોઈ શકે, પણ બીજી ગેમ્સનું શું? આજે પણ ક્રિકેટ સિવાય અન્ય ગેમ્સ માટે પૂરતી વ્યવસ્થા છે જ નહીં. જેમ કે બૅડ્‍મિન્ટન, ટેનિસ, કબડ્ડી, હૉકી માટે આજે પણ પૂરતું કોચિંગ નથી મળતું.
મહારાષ્ટ્રમાંથી ઑલિમ્પિક્સમાં પ્લેયરો મોટા ભાગે માંડ-માંડ જાય છે અને જેમને લઈ જવામાં આવે છે તેઓ પણ પૂરી તૈયારી અને પ્રશિક્ષણથી સજ્જ નથી હોતા. પૂરતું કોચિંગ મળેલું નથી હોતું.  સરકારે સ્પોર્ટ્સ માટે સ્કૉલરશિપ વધારવી જોઈએ. સારા કોચ અપૉઇન્ટ કરી વધુમાં વધુ કૉમ્પ્લેક્સ બનાવી ટ્રેઇનિંગ આપવી જોઈએ. જેવી રીતે ગુજરાતમાં આજે સ્પોર્ટ્સ માટે ઘણો બધો વિકાસ થયો છે એવી રીતે મહારાષ્ટ્રમાં પણ વિકાસની જરૂર છે. ફાઇનૅન્શિયલ સપોર્ટ પણ ખૂબ જરૂરી છે. ઘણા સ્પોર્ટ્સ પ્લયેરો ખૂબ સારી રીતે રમત રમી શકતા હોય છે પરંતુ આર્થિક રીતે ખૂબ તકલીફોને કારણે આગળ નથી વધી શકતા. તો મારું માનવું છે કે સરકારે આવા પ્લેયરોને માત્ર રમતની તક જ નહીં પરંતુ તેમની આર્થિક જરૂરિયાતોની પણ જવાબદારી લેવી જોઈએ.
સરકાર તરફથી ફન્ડ મળે છે પરંતુ સ્ટેટ લેવલ પર એ ફન્ડનો ઉપયોગ વ્યવસ્થિત રીતે નથી થતો. સ્પોર્ટ્સ માટેની જગ્યાઓ છે એ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટને આપવામાં આવે છે જેથી તેઓ રેન્ટ કમાઈ શકે. પરંતુ સામાન્ય લોકો અને આર્થિક રીતે નબળા લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે. વધુમાં વધુ તકો આપી પ્રૅક્ટિસ કરાવવાની જરૂર છે. હમણાં પણ જોશો તો ઑલિમ્પિક્સમાં ભારત ૬૪મા સ્થાને છે, જેનાથી દેખાય છે કે કોચિંગમાં ઘણીબધી ખામી છે. આપણી પાસે વર્લ્ડ લેવલના કોચ છે જ નહીં અને આખા ભારતમાં ઢગલો પ્લેયરો છે. પરંતુ પૈસા અને કોચિંગની ખામીને લીધે આગળ નથી આવી શકતા. એટલે માત્ર સરકાર જ નહીં પરંતુ સામાજિક સંસ્થાઓએ પણ ગ્રાઉન્ડ લેવલથી સ્પોર્ટમાં સુધારો કરી કોચિંગ વધારી પ્લેયરને સ્પોર્ટ્સ માટે તક ઉપરાંત આર્થિક મદદ કરી પ્રોત્સાહિત કરવા જોઈએ.

શબ્દાંકનઃ ભાવિની લોડાયા

columnists bhavini lodaya