આજે શું કરશો?

03 October, 2022 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોબાઇલ ફોટોગ્રાફી

આજે શું કરશો?

ફોટોગ્રાફી માટે હવે મોંઘા કૅમેરા જ વસાવવા પડે એવું જરૂરી નથી. 
બ્યુટિફુલ દૃશ્યોને ફોટોમાં વધુ બ્યુટિફુલ રીતે કંડારવા હોય તો તમારો સ્માર્ટફોન પણ કાફી છે. જરૂરી છે તમારા ફોનનાં ફીચર્સ વિશે સમજવું અને ફોટો પાડવા માટેની કેટલીક ટેક્નિક્સથી અવગત થવું. આ કામ પ્રખ્યાત ફોટોગ્રાફર ગિરીશ મેનન પાસેથી શીખવું હોય તો તક તમારા આંગણે જ ઊભી છે. 
ક્યારે? : ૨ ઑક્ટોબર 
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
સમય : સવારે ૧૧થી ૪
કિંમત : ૨૪૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : girishmenon.com

અમૃતલતા

લતા મંગેશકરની ૭૫મી જન્મતિથિ નિમિત્તે તેમનાં છ દાયકાનાં કુલ ૭૫ સિલેક્ટેડ ગીતોની રજૂઆત કરીને અનોખી શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ થઈ રહ્યો છે. લતા મંગેશકરની જીવનસફરને આ ગીતો દ્વારા રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં લતાજીના આ શોના ૩૫૦થી વધુ શો થયા છે અને હજી સફર અટકી નથી. 
ક્યારે? : ૨ ઑક્ટોબર 
સમય : સાંજે ૪ વાગ્યાથી
ક્યાં? : રવીન્દ્ર નાટ્યમંદિર, પ્રભાદેવી
કિંમત : ૨૦૦થી ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow.com

બ્લૉકચેઇન માસ્ટરક્લાસ

હાલમાં બ્લૉકચેઇન સૌથી વધુ ચર્ચામાં છે. ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલી આ ટેક્નૉલૉજી માત્ર બિટકૉઇન અને કરન્સી માટે જ છે એવું આપણે સમજીએ છીએ, પરંતુ આ ટેક્નૉલૉજી અનેક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાઓનું સૉલ્યુશન બની શકે છે. જો તમારામાં ટેક્નૉલૉજી વિશે નવું અને લેટેસ્ટ જાણવાનો કીડો હોય અને નેક્સ્ટ ટ્રેન્ડ શું હોઈ શકે છે એ જાણવામાં રસ હોય તો ઇટલીના રિસર્ચર ક્રિશ્ચિયન કૅટલિની પાસેથી બ્લૉકચેઇન વિશે જાણવા જેવું બધું જ જાણી શકાય એવો મોકો છે.
ક્યારે? : ૨ ઑક્ટોબર
સમય : સાંજે ૬.૩૦
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમત : ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

ચેરિયલ માસ્ક મેકિંગ

આજકાલની પાર્ટીઓમાં પણ ચહેરા પર મહોરું પહેરવાની ફૅશન છે. જોકે દક્ષિણ ભારતના ઑથેન્ટિક અને કલરફુલ ચેરિયલ માસ્ક જો તમને ફેસિનેટ કરતા હોય તો એ જાતે બનાવતાં શીખવાની વર્કશૉપ છે. ચેરિયલ માસ્ક વૉલ પર સજાવટ માટે પણ બહુ મોટી માત્રામાં વપરાય છે. આ કળા ક્યાંની છે, એના પ્રકાર કેટલા છે અને એના સિદ્ધાંતો શું છે એ બધું જ તમને અવૉર્ડવિનર ટ્રેડિશનલ આર્ટિસ્ટ પવન શર્મા પાસેથી આ વર્કશૉપમાં શીખવા મળશે. 
ક્યારે? : ૬થી ૧૪ ઑક્ટોબર 
સમય : સાંજે ૭થી ૮.૩૦
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમત : ૩૩૫૦ રૂપિયા 
(મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશન : 
thefolkworkshop.com

શૉપિંગ ઍન્ડ એક્ઝિબિશન્સ

દિવાળી અને તહેવારોની શૉપિંગ કરવા માટે મુંબઈમાં ઠેર-ઠેર એક્ઝિબિશન્સનું આયોજન થયું છે. તમારી નજીકના ડેસ્ટિનેશન પર ક્યાં જવું એનું પ્લાનિંગ અત્યારથી જ કરી લો.
સંજના એક્ઝિબિટ 
ક્યારે? : ૬ અને ૭ ઑક્ટોબર
સમય : ૧૧થી ૭
ક્યાં? : બજાજ હૉલ, નરીમાન પૉઇન્ટ

ફેસ્ટિવ ફીએસ્ટા

ઇનરવ્હીલ ક્લબ ઑફ મુંબઈ ખાર દ્વારા આયોજિત આ એક્ઝિબિશનમાં જે પ્રૉફિટ થશે એ ચૅરિટી માટે વપરાશે. 
ક્યારે? : ૮ ઑક્ટોબર
સમય : ૧૦.૩૦થી ૮
ક્યાં? : ખાર જિમખાના

વિલે પાર્લે દિવાળી મેળો

ક્યારે? : ૭, ૮, ૯ ઑક્ટોબર 
સમય : સવારે ૧૦થી રાતે ૧૦
ક્યાં? : સિમ્ફની બૅન્ક્વેટ્સ, પાર્લા

માટીનો દીવો તમારા જ ઘરે બનાવો

ચીકણી માટીમાંથી જાતજાતનાં રમકડાં હાથેથી ઓપ આપીને બનાવ્યાં ન હોય તો એ બાળપણ શું કામનું? જોકે હવે દિવાળીનો તહેવાર ઢૂંકડો છે ત્યારે તમારાં સંતાનો સાથે મળીને પોતાના દીવડા ઘરે જ તૈયાર કરવા હોય તો તૈયાર થઈ જાઓ શીખવા માટે. 
ક્યારે? : ૩ ઑક્ટોબર 
સમય : સાંજે ૪ વાગ્યે
કિંમત : ૪૯ રૂપિયા 
રજિસ્ટ્રેશન : bookmyshow

columnists