દુનિયામાં ક્યાંય પણ હોઉં, મારા માટે હોટેલનું જિમ ખૂલે જ ખૂલે

15 March, 2021 01:30 PM IST  |  Mumbai | Rashmin Shah

દુનિયામાં ક્યાંય પણ હોઉં, મારા માટે હોટેલનું જિમ ખૂલે જ ખૂલે

વર્કઆઉટ કે ફિટનેસ એક જ વર્ડની ગેમ છે, એ છે વિલપાવર

ત્રેવીસ વર્ષથી આ નિયમ છે મારો. સવારે પ્રોટીન શેક પીને મંદિરે જતા હોઈએ એવી શ્રદ્ધા સાથે સીધા જિમ જવાનું અને વર્કઆઉટ કરવાનું. મારું હજી સ્કૂલિંગ પૂરું જ થયું હતું અને મારા પપ્પા મને હેલ્થ ક્લબમાં લઈ ગયા ત્યારથી વર્કઆઉટ મારા માટે લાઇફસ્ટાઇલ બની ગયું છે. એ સમયે હું બહુ જાડિયો, ઇન્ટ્રોવર્ટ હતો. પપ્પા તો યોગ અને મેડિટેશન માટે જતા પણ તેમણે મને ફિટનેસના એક ઇન્સ્ટ્રક્ટરના હાથમાં મૂકી દીધો. જુહુ ક્લબના એ સરે એકદમ ટિપિકલ અખાડામાં કરાવે એવું વર્કઆઉટ શરૂ કરાવ્યું. દંડબેઠક, પુશઅપ્સ, રનિંગ અને એવું બધું. બધું દેશી પ્રક્રિયાથી. એ સમયે હું સાંજે ક્લબમાં જતો પણ એ પછી ફ્રેન્ડ્સ થવા માંડ્યા, બધાને મળવાની મજા આવવા માંડી એટલે ધીમે-ધીમે મૉર્નિંગ સેશનમાં આવી ગયો. હું કહીશ કે વર્કઆઉટ કે ફિટનેસ એ એક જ વર્ડની ગેમ છે, વિલપાવર.
વિલપાવર ડેવલપ થયા પછી આજે ત્રેવીસ વર્ષ થઈ ગયાં, આ ત્રેવીસ વર્ષમાં ભાગ્યે જ એવું બન્યું હશે કે હું જિમમાં ન ગયો હોઉં.
હા, મેન્ટલી રિટાયર્ડ
સાચે જ. મેં જે પણ ઍક્ટર અને પ્રોડ્યુસર સાથે કામ કર્યું છે તે મને આવું જ કહે. હું ક્યાંય પણ હોઉં, વર્કઆઉટ કરું જ કરું. શૂટ માટે આઉટડોર હોઉં તો પણ મારી આ લાઇફસ્ટાઇલમાં કોઈ ચેન્જ ન આવે. જનરલી શૂટિંગ શેડ્યુલ સવારે સાતનું હોય તો હું છ વાગ્યે લોકેશન પહોંચી જાઉં અને લોકેશન પર જવા માટે ગાડીમાં બેસતાં પહેલાં હોટેલમાં વર્કઆઉટ કરી લીધું હોય. જે હોટેલમાં સ્ટે હોય એ હોટેલમાં મેં જિમ સાડાચારે ખોલાવી લીધું હોય. જાગી, ફ્રેશ થઈ જિમમાં આવી જવાનું. સાડાપાંચ સુધી વર્કઆઉટ અને એ પછી શાવર લઈને સીધા લોકેશન પર.
વર્કઆઉટ મારા રૂટીનનો એક ભાગ છે, એને હું મિસ ન કરી શકું. જે સમયે તમે પણ આ જ વિચારને મનમાં સ્ટોર કરી લેશો એ સમયે તમે પણ વર્કઆઉટ માટે સમય કાઢી જ લેશો એ નક્કી છે.
ખાવાનું બધું પણ...
તમે યંગ હો એવા સમયે કંઈ પણ ખાઓ તો એ ડાઇજેસ્ટ કરવાની કૅપેસિટી તમારા મેટાબોલિઝમમાં હોય પણ સમય જતાં મેટાબોલિઝમ મંદ પડે તો એને વર્કઆઉટથી ઍક્ટિવ કરવું પડે પણ ધારો કે એવું ન કરતા હો તો તમારે ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. હું બધું ખાઉં છું, કોઈ ચીજની ના નહીં પણ કન્ટ્રોલ સૌથી ઇમ્પોર્ટન્ટ. વડાપાંઉ કે પાંઉભાજી ખાવાનું મન થાય તો એ પણ ખાઉં પણ મહિનામાં એકાદ વાર. સ્વીટ્સ કે આઇસક્રીમ પણ લઉં પણ વીકમાં એકાદ વાર. હા, રાઇસમાં હું માત્ર બ્રાઉન રાઇસ ખાઉં અને ઘઉંને બદલે રોટલી હું ગ્લુટન-ફ્રી આટાની ખાઉં છું. બ્રેકફાસ્ટમાં કશું લેતો નથી, પ્રોટીન શેક જ પીઉં. વાજબી ન કહેવાય, પણ મારો આ જ બ્રેકફાસ્ટ છે. લંચમાં રોટી અને સબ્ઝી હોય. સાંજે ચા સાથે કુકીઝ કે ખાખરા કે પછી આપણે ત્યાં જે સૂકો નાસ્તો હોઈ એ કરું. ડિનર હું આઠેક વાગ્યા સુધીમાં લઈ લઉં. બ્રાઉન રાઇસ અને દાલ કે પછી જે બન્યું હોય એ હું લઉં. હું કહીશ બહારનું ખાવાનું બને એટલું ઓછું કરશો તો પણ હેલ્થમાં એની પૉઝિટિવ અસર દેખાશે. હું પ્યૉર વેજિટેરિયન છું. લોકો એવું માને કે વેજિટેરિયન હોય એ કેવી રીતે બૉડી બનાવી શકે પણ હું કહીશ કે વેજ ડાયટમાં એવું શું નથી કે જેનાથી બૉડી ફિટ ન રહે. આ આપણા મગજમાં ઘુસાડી દીધેલી ખોટી વાત છે.

Rashmin Shah columnists