હંમેશાં છોકરીએ જ બધું છોડીને કેમ છોકરા પાસે જવાનું?

31 December, 2021 05:12 PM IST  |  Mumbai | Sejal Patel

આપણા સમાજમાં વર્ષોથી કન્ડિશનિંગ થયેલું છે કે હંમેશાં છોકરી જ પરણીને સાસરે જાય. અત્યારે તમે જે વાતે અકળાઈ રહ્યા છો એમાં મને આ પ્રથાને કારણે આવેલી પુરુષ મેન્ટાલિટી કારણભૂત હોય એવું ઓછું લાગે છે.

હંમેશાં છોકરીએ જ બધું છોડીને કેમ છોકરા પાસે જવાનું?

 હું લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છું અને મને લાગતું હતું કે અમારી રિલેશનશિપ બહુ સ્ટ્રૉન્ગ છે. જોકે હવે જ્યારે લગ્ન કરીને ઠરીઠામ થવાની જીદ પકડી છે ત્યારે ડિફરન્સ ઑફ ઓપિનિયન્સ આવી રહ્યા છે. મારા બૉયફ્રેન્ડનો બિઝનેસ છે અને હું મુંબઈમાં નોકરી કરું છું અને સારી પૉઝિશન પર છું. તેની આર્ગ્યુમેન્ટ એવી છે કે નવી જગ્યાએ નોકરી શોધવી સહેલી છે, બિઝનેસ નવો એસ્ટાબ્લિશ કરવાનું નહીં. જો હું તેના શહેરમાં શિફ્ટ થવા તૈયાર ન હોઉં તો તે લગ્ન પછી પણ આમ જ દૂર રહેવા તૈયાર છે. મને આ કંઈક વધુપડતું લાગે છે. અત્યારે ઠીક છે કે દૂર રહીએ, લગ્ન પછી પણ દૂર જ રહેવાનું હોય તો લગ્ન જ શું કામ કરવાનાં? મને હતું કે હું લગ્નની ના પાડી દઈશ તો તે મને મનાવશે અને કંઈક કૉમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થશે, પણ એને બદલે થયું અવળું જ. તેણે મારી લગ્નની ના પણ સ્વીકારી લીધી. હવે અમારી વચ્ચે બહુ ઓછું કમ્યુનિકેશન થાય છે. મને ગુસ્સો એ વાતનો છે કે પુરુષો એવી મેન્ટાલિટી કેમ ધરાવે છે કે હંમેશાં છોકરીએ જ પોતાનું બધું છોડવાનું? જો એ ન છોડે તો ટાટા બાયબાય કહી દેવાનું?

આપણા સમાજમાં વર્ષોથી કન્ડિશનિંગ થયેલું છે કે હંમેશાં છોકરી જ પરણીને સાસરે જાય. અત્યારે તમે જે વાતે અકળાઈ રહ્યા છો એમાં મને આ પ્રથાને કારણે આવેલી પુરુષ મેન્ટાલિટી કારણભૂત હોય એવું ઓછું લાગે છે.
બની શકે કે તમે પણ કરીઅર બાબતે મહત્ત્વાકાંક્ષી છો અને તમારી હાલની જૉબ અને પોઝિશન બહુ સારી હોવાથી તમે નોકરી છોડવા નથી માગતા. આવા સમયે સવાલ એ થાય કે તમારા માટે આ જૉબ અને પોઝિશન વધુ મહત્ત્વની છે કે આ સંબંધ? આ જ સવાલ તમારા બૉયફ્રેન્ડ માટે પણ છે. જોકે તમે જ્યારે લગ્નની ના પાડી ત્યારે આડકતરી રીતે તેણે તો તેનો જવાબ તમને આપી જ દીધો છે. તેના માટે તેનો બિઝનેસ તમારા કરતાં વધુ મહત્ત્વનો છે. આને પુરુષોની માનસિકતા ગણીને બળાપો કાઢવાની નથી. બન્ને પક્ષે લગ્ન કરીને સાથે રહેવાની ઇચ્છા કેટલી પ્રબળ છે એ સમજવાની અને એ ઇચ્છા માટે થઈને પરસ્પરની પરિસ્થિતિને સમજીને જરૂરી સમાધાનકારી વલણ દાખવવાની તૈયારી કેટલી છે એ જોવું જરૂરી છે. 

 

columnists