‘ખતરોં કે ખિલાડી 14’ની રેસમાં અભિષેક અને નિિમ્રત ?

09 April, 2024 05:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ડાન્સ દીવાને’ પૂરું થયા બાદ આ શોને ઑન ઍર કરવામાં આવશે.

અભિષેક કુમાર અને નિિમ્રત કૌર અહલુવાલિયા

અભિષેક કુમાર અને નિિમ્રત કૌર અહલુવાલિયા હવે ‘ખતરોં કે ખિલાડી 14’માં જોવા મળશે એવી ચર્ચા છે. ‘બિગ બૉસ 17’નો રનર અપ અભિષેક અને ‘બિગ બૉસ 16’ની સ્પર્ધક નિિમ્રતનું નામ હાલમાં સ્ટન્ટ પર આધારિત રિયલિટી શોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોમાં મનારા ચોપડા, મનીષા રાની, અભિષેક મલ્હાન, એલ્વિશ યાદવ, અંકિતા લોખંડે, નીલ ભટ્ટ, મનસ્વી મમગઈ, જિયા શંકર, શોએબ ઇબ્રાહિમ, વિવેક દહિયા અને હેલી શાહની સાથે હવે અભિષેક અને નિમ્રિત પણ ચર્ચામાં છે. ‘ડાન્સ દીવાને’ પૂરું થયા બાદ આ શોને ઑન ઍર કરવામાં આવશે. આ શો શરૂ થશે ત્યારે ચોક્કસ નામ બહાર આવશે, ત્યાં સુધી અટકળો ચાલી રહી છે.

khatron ke khiladi bollywood news bollywood television news Bigg Boss