ઘરના સૌથી નાના બાળકને ઘણી વખત વધારે છૂટ મળી જાય છે

30 August, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિમાં ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ વિશે વાત કરી

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને રિયલિટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ના તાજેતરના એપિસોડમાં ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, તકરાર અને એકબીજા માટે ઊભા રહેવાની ભાવના વિશે વાત કરી હતી. 
અમિતાભે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ અનોખો હોય છે. તેઓ એકબીજા સાથે ઝઘડે છે, એકબીજાની મજાક ઉડાવે છે અને એકબીજાને ચીડવે પણ છે; પણ જ્યારે જરૂર પડે ત્યારે સૌથી પહેલાં એકબીજાના પડખે પણ તેઓ જ ઊભાં રહે છે. ઘરના સૌથી નાના બાળકને ઘણી વખત મોટા ભાઈ-બહેનની સરખામણીમાં ઘણી વધારે છૂટ મળી જાય છે. નાનું બાળક કંઈ પણ કરી જાય તો પણ પરિવારના લોકો તેને નાનું હોવાથી માફ કરી દે છે, જ્યારે મોટાં બાળકોને એ જ બાબત માટે ઠપકો કે સજા મળી શકે છે. મારા ઘરમાં પણ કંઈક આવું જ હતું. ઘરનાં નાનાં બાળકો મને ખૂબ પરેશાન કરતાં, મારી સાથે ઘણી મસ્તી કરતાં; પણ તેમને કોઈ કંઈ કહેતું નહોતું.’

kaun banega crorepati amitabh bachchan television news sony entertainment television indian television