17 May, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવિકા ગોર અને ગૌરવ ખન્ના
ટીવી-ઍક્ટર્સ ગૌરવ ખન્ના અને અવિકા ગોર ટૂંક સમયમાં જ રોહિત શેટ્ટીના સ્ટન્ટ રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની સીઝન 15માં જોવા મળશે. હાલમાં બન્ને આ શો માટે સાઉથ આફ્રિકાના કેપ ટાઉન જતી વખતે ઍરપોર્ટ પર એકબીજાને જોઈને સુપર એક્સાઇટેડ થઈ ગયાં હતાં. અવિકાને જોઈને ગૌરવ ખન્નાએ મજાકમાં કહ્યું કે ‘હું અવિકાને ઘણાં વર્ષો પછી મળી રહ્યો છું. જ્યારે અમે છેલ્લે મળ્યાં હતાં ત્યારે અવિકા ખૂબ નાની હતી અને હવે તે મારી લગોલગ આવી ગઈ છે.’ ગૌરવે ઍરપોર્ટ પર જ અવિકા સાથેની પહેલી મુલાકાત વિશે વાત કરતાં કહ્યું કે ‘અમે કલર્સ ચૅનલ માટે અમારા શોનું પ્રમોશન કરી રહ્યાં હતાં. હું એક લિફ્ટમાં અવિકાને મળ્યો હતો. એ સમયે તેની મમ્મી પણ તેની સાથે હતી. અવિકાને તો કદાચ યાદ પણ નહીં હોય પણ મેં તેને પૂછ્યું હતું કે તારે મોટા થઈને શું બનવું છે અને ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે મારે મિસ ઇન્ડિયા બનવું છે.’ ગૌરવની આ વાત સાંભળીને અવિકાએ કહ્યું કે હવે મારો પ્લાન બદલાઈ ગયો છે અને હવે હું મિસ ઇન્ડિયાને જજ કરવા ઇચ્છું છું. અવિકાની આ વાત સાંભળીને ગૌરવે તેને પ્રોત્સાહન આપતાં કહ્યું કે તે ચોક્કસ આ કરી શકશે.
ટીવી-ઍક્ટર ગૌરવ ખન્ના ‘ખતરોં કે ખિલાડીની’ની સિઝન 15માં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકાના કેપ ટાઉન જવા માટે રવાના થઈ ગયો છે. થોડા સમય પહેલાં જ ‘બિગ બૉસ’માં જીતેલા ગૌરવે તેના આ પ્રવાસની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. ગૌરવના આ નવા ઍડ્વેન્ચર માટે તેના ફૅન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ‘ખતરોં કે ખેલાડી’ની આ સીઝન રોહિત શેટ્ટી જ હોસ્ટ કરશે. જોકે કેટલાક એપિસોડમાં તેની ગેરહાજરીમાં ફારાહ ખાન હોસ્ટ તરીકે જોવા મળી શકે છે. આ વર્ષની શોની સત્તાવાર થીમ ‘ડર કા નયા દૌર’ રાખવામાં આવી છે અને એમાં સ્પર્ધકો માટેના સ્ટન્ટ અને પડકારો પહેલાં કરતાં પણ વધુ આશ્ચર્યજનક અને રોમાંચક હશે. આ શોની શરૂઆત જૂનના અંતમાં કે જુલાઈ મહિનાની શરૂઆતમાં થવાની ધારણા છે.