✕

એકતા કપૂરના નવા શોમાં ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્ય

14 October, 2026 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટાર પ્લસે સોશ્યલ મીડિયા પર બન્ને કલાકારો સાથેનો એક વિડિયો શૅર કરીને નવા શોની જાહેરાત કરી છે.

ગૌરવ ખન્ના

પ્રોડ્યુસર એકતા કપૂરે પોતાના નવા શોની જાહેરાત કરીને દર્શકોમાં ઉત્સુકતા વધારી છે. આ શોમાં ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સ્ટાર પ્લસે સોશ્યલ મીડિયા પર બન્ને કલાકારો સાથેનો એક વિડિયો શૅર કરીને નવા શોની જાહેરાત કરી છે. જોકે હજી સુધી શીર્ષક જાહેર કરવામાં આવ્યું નથી. ગૌરવ અગાઉ ‘અનુપમા’માં અનુજ કાપડિયાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયો હતો. ત્યાર બાદ તે રિયલિટી શો ‘બિગ બૉસ 19’માં ‌વિજેતા બન્યો હતો. 

આ ટીઝર સામે આવ્યા બાદ ચાહકોએ ગૌરવ ખન્નાને નવા શો માટે શુભેચ્છાઓ આપી છે. જોકે શોનું નામ, વાર્તા, પ્રસારણની તારીખ અને સમય અંગે નિર્માતાઓએ હજી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

પ્રોટેક્ટિવ પતિદેવ

સાઉથ સિનેમાનું પાવર કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા મંગળવારે સવારે તિરુમાલા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યાં હતાં. આ દરમ્યાન બન્ને પરંપરાગત પોશાકમાં જોવા મળ્યાં હતાં. વિજયે સફેદ સિલ્કનો કુર્તો અને ધોતી પહેરી હતી જ્યારે રશ્મિકા પીળી સિલ્કની સાડી અને ગુલાબી બ્લાઉઝમાં સુંદર લાગી રહી હતી. દર્શન કર્યા બાદ મંદિરની બહાર નીકળતી વખતે ચાહકોએ તેમને ઘેરી લીધાં હતાં. આ દરમ્યાન વિજય એક પ્રોટેક્ટિવ હસબંડની જેમ પત્ની રશ્મિકાને ભીડમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢતો જોવા મળ્યો હતો. આ સમયે તેમની ટીમે પણ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે રશ્મિકાએ કેટલાક ચાહકો સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું. ત્યાર બાદ બન્ને ગૉલ્ફ કાર્ટમાં રવાના થઈ ગયાં હતાં.

gaurav khanna ekta kapoor television news indian television teaser release