Gurucharan Singh Missing: ... તો શું કીડનેપ થઈ ગયો છે ‘સોઢી’? CCTV ફૂટેજને આધારે પોલીસે તપાસ કરી શરૂ

27 April, 2024 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Gurucharan Singh Missing: પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. તેના ફોન પરમાં ટ્રાન્ઝેક્શમાં પણ ગડબડ મળી આવી છે.

ગુરુચરણ સિંહ

જાણીતા ટીવી શૉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)માં `સોઢી`નું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી ગૂમ (Gurucharan Singh Missing) છે. 26 એપ્રિલે બપોરે તેમના ગુમ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા હતા. આ મામલે તો અભિનેતાના પિતાએ પણ ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી તેમની તરફથી કંઈ પત્તો લાગ્યો નથી. સોશિયલ મીડિયા પર ચાહકો તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. આ મામલે તો પોલીસે પણ અપહરણનો કેસ દાખલ કર્યો છે.

પોલીસને મળી આવ્યા સીસીટીવી ફૂટેજ, તપાસ શું સામે આવ્યું છે?

તમને જણાવી દઈએ કે પોલીસે આ મામલે અભિનેતા (Gurucharan Singh Missing) વિરુદ્ધ અપહરણનો કેસ નોંધ્યો છે. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. એટલું જ નહીં પોલીસને ગુરચરણ સિંહના ફોન પરના કેટલાક ટ્રાન્ઝેક્શમાં પણ ગડબડ મળી આવી છે. અત્યારે તો પોલીસે આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. 

સોમવારે રાત્રે પાલમ વિસ્તારમાં લાગેલા સુરક્ષા કેમેરા દ્વારા કેદ કરવામાં આવેલા ફૂટેજમાં 50 વર્ષીય વ્યક્તિ રોડ ક્રોસ કરતી જોવા મળી રહી હતી. અધિકારીઓએ આ મામલે તપાસને આધારે જણાવ્યું હતું કે તેમની ફ્લાઇટ સોમવારે રાત્રે 8.30 વાગ્યે નિર્ધારિત હતી, પરંતુ તે લગભગ 9.14 વાગ્યે પાલમમાં ટ્રાફિક ઈન્ટરસેક્શન પર જોવા મળ્યો હતો," 

ગુરુચરણ સિંહ (Gurucharan Singh Missing)ના પિતાએ પણ પોલીસ સ્ટેશનમાં આ મૂડે ફરિયાદ નોંધાવી છે. તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર સોમવારે દિલ્હીથી મુંબઈ માટે નીકળ્યો હતો, પરંતુ તે પાછો મુંબઈ પહોંચ્યો નથી. સાથે જ ત્યારથી તેનો ફોન પણ સંપર્કમાં નથી એમ ફરિયાદમાં જણાવાયું છે.

"તે માનસિક રીતે સ્થિર છે. અમે તેને શોધી રહ્યા હતા, પરંતુ હવે અમે ગુમ (Gurucharan Singh Missing) થયાની ફરિયાદ નોંધાવી રહ્યા છીએ," ગુરુચરણના પિતાએ પોલીસને એ રીતે જણાવ્યું હતું.  

દિલ્હી પોલીસ જે કોઈ સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેને સ્કેન કરી રહી છે અને કેસને સોલ્વ કરવા માટે કડીઓ મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે આ અભિનેતાની બેંક વિગતોની પણ તપાસ કરવામાં આવનાર છે. 

ગુરુચરણ સિંહ (Gurucharan Singh Missing)ના પિતા હરગિત સિંહે શુક્રવારે (26 એપ્રિલ) દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 365 હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.

અભિનેતા 22 એપ્રિલે સવારે 8.30 વાગ્યે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ પકડવાનો હતો. પોલીસે તેમની પ્રારંભિક તપાસમાં જણાવ્યું હતું કે, તે ફ્લાઈટમાં ચઢ્યો નહોતો. જો કે, ગુરુચરણ સિંહનો નંબર 24 એપ્રિલ સુધી સક્રિય હતો, જેના દ્વારા બહુવિધ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.

taarak mehta ka ooltah chashmah delhi police television news indian television new delhi mumbai airport