Video: કપિલ શર્મા શોના ખાસ વ્યક્તિનું નિધન, ટીમે દુઃખ વ્યક્ત કરી આપી શ્રદ્ધાંજલિ

23 May, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દાસ દાદાનો વીડિયો શૅર કરતી વખતે, કપિલ શર્માની ટીમે લખ્યું, `આજે મારું દિલ ખૂબ જ ભારે છે. આપણે દાસ દાદા ગુમાવ્યા છે. એક એવો આત્મા જે લેન્સ પાછળ હતો, જેણે કપિલ શર્મા શોની શરૂઆતથી અત્યાર સુધીની અસંખ્ય સુંદર ક્ષણોને કેદ કરી હતી.

કપિલ શર્મા અને આયુષમાન ખુરાના સાથે દાસ દાદા (તસવીર: X)

દેશના સૌથી લોકપ્રિય કૉમેડી શો કપિલ શર્મામાં કામ કરતાં એક ખાસ વ્યક્તિનું અવસાન થયું છે. આ ઘટના પર શોના બીજા કાલકારોએ દુઃખદ વ્યક્ત કર્યું છે. કૉમેડિયન કપિલ શર્માના શો `ધ કપિલ શર્મા શો`માં કામ કરનારા ફોટોગ્રાફર દાસ દાદાનું નિધન થયું છે. કપિલ શર્માની ટીમે દાસ દાદાના મૃત્યુના સમાચાર આપ્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે દાસ દાદાની વિદાય પછી તેમની ખોટ જણાશે. હાસ્ય કલાકાર અને અભિનેતા કિકુ શારદાએ પણ ફોટોગ્રાફરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

દાસ દાદા હવે રહ્યા નથી

દાસ દાદાનો વીડિયો શૅર કરતી વખતે, કપિલ શર્માની ટીમે લખ્યું, `આજે મારું દિલ ખૂબ જ ભારે છે. આપણે દાસ દાદા ગુમાવ્યા છે. એક એવો આત્મા જે લેન્સ પાછળ હતો, જેણે કપિલ શર્મા શોની શરૂઆતથી અત્યાર સુધીની અસંખ્ય સુંદર ક્ષણોને કેદ કરી હતી. તેઓ ફક્ત એક સહયોગી ફોટોગ્રાફર જ નહોતા. તે અમારો પરિવાર હતા. તે હંમેશા હસતા, દયાળુ અને હંમેશા અમારી સાથે રહેતા. પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, `તેમની હાજરીથી અમને પ્રકાશ અને નમ્રતા મળી. આ ફક્ત તેમના કૅમેરાને કારણે જ નહીં, પરંતુ તેમણે અમારી સાથે વિતાવેલી દરેક ક્ષણ સાથે અમને આવું લાગ્યું. દાદા, તમારી કેટલી ખોટ સાલશે તે શબ્દોમાં વર્ણવી શકાતું નથી. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. તમારી યાદો દરેક ફ્રેમ અને દરેક હૃદયમાં જીવંત રહેશે.

હાસ્ય કલાકાર અને અભિનેતા કિકુ શારદાએ તેમની ઇન્સ્ટા સ્ટોરી પર આ પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, `અમે તમને યાદ કરીશું દાસ દાદા. તમને જણાવી દઈએ કે દાસ દાદાનું પૂરું નામ કૃષ્ણ દાસ હતું. તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, તેમને તેમના કામ માટે 2018 માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કપિલ શર્મા ઘણીવાર દાસ દાદાના શોમાં તેમની સાથે મસ્તી કરતા જોવા મળતા હતા. કપિલ ઘણીવાર દાસ દાદા સાથે પડદા પર મજા કરતો હતો અને તેમનો આદર પણ કરતો હતો. દાસ દાદાનું અચાનક અવસાન હાસ્ય કલાકાર કપિલ શર્મા અને તેમની ટીમ તેમજ તેમના ચાહકો માટે આઘાત અને દુઃખનો વિષય છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’

બી.કે. તાંબેનું પણ નિધન

ભારતીય ફિલ્મ ફોટોગ્રાફીની દુનિયામાં સૌથી વરિષ્ઠ અને આદરણીય નામોમાંના એક બી.કે. તાંબેનું બુધવારે અવસાન થયું. તેઓ બૉલિવૂડના પડદા પાછળની પ્રતિષ્ઠિત ક્ષણો (Behind the Scenes)ને કેદ કરવા માટે જાણીતા હતા. તાંબે ફક્ત એક ફોટોગ્રાફર જ નહોતા, તેમણે પોતાના લૅન્સ દ્વારા ભારતીય સિનેમાના ઇતિહાસને જોયો છે અને કેદ પણ કર્યો છે.

the kapil sharma show kiku sharda kapil sharma celebrity death video television news indian television tv show