07 February, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોએ ૨.૨ રેટિંગ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ મુજબ સ્મૃતિ ઈરાનીના લોકપ્રિય શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’એ ફરી TRP-લિસ્ટમાં નંબર વનનું સ્થાન હાંસલ કરી લીધું છે. આ શોએ ૨.૨ રેટિંગ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં ‘અનુપમા’નો શો ૨.૨ રેટિંગ સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. સૌથી વધારે TRP મેળવનાર શોની યાદીમાં ગયા અઠવાડિયે ટોચ પર રહેલો પ્રિયંકા ચાહર ચૌધરીનો શો ‘નાગિન ૭’ આ વખતે ૨.૧ રેટિંગ સાથે ત્રીજા નંબરે પહોંચી ગયો છે. દર્શકોના ફેવરિટ શોની યાદીમાં શરદ કેળકરનો શો ‘તુમસે તુમ તક’ ૧.૯ રેટિંગ સાથે ચોથા નંબરે અને ‘લાફ્ટર શેફ 3’ ૧.૯ રેટિંગ સાથે પાંચમા નંબરે છે.