દરેક દીકરાની જેમ હું પણ મારી મમ્મીથી ખૂબ ક્લોઝ છું : શબ્બીર અહલુવાલિયા

18 May, 2022 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શબ્બીર અહલુવાલિયાનું કહેવું છે કે તે પણ અન્યોની જેમ તેની મમ્મીથી ખૂબ જ ક્લોઝ છે. તે હાલમાં ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં કામ કરી રહ્યો છે.

શબ્બીર અહલુવાલિયા તેની મમ્મી સાથે

શબ્બીર અહલુવાલિયાનું કહેવું છે કે તે પણ અન્યોની જેમ તેની મમ્મીથી ખૂબ જ ક્લોઝ છે. તે હાલમાં ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં કામ કરી રહ્યો છે. આ શોમાં તેના ઘણા શેડ્સ જોવા મળશે. તે તેની લાઇફની દરેક ખુશીથી દૂર થઈ ગયો હોય છે. તેની લાઇફમાં કંઈ બચ્યું નથી હોતું. જોકે આ દરમ્યાન તે દરેકથી દૂર રહેતો હોય છે, પરંતુ તેની મમ્મીથી તે દૂર નથી રહી શકતો. રિયલ લાઇફમાં પણ તે તેની મમ્મીની ક્લોઝ હોય છે. આ વિશે વાત કરતાં શબ્બીરે કહ્યું હતું કે ‘દરેક દીકરાની જેમ હું પણ મારી મમ્મીની ખૂબ જ ક્લોઝ છું. પર્સનલ હોય કે પ્રોફેશનલ, સલાહ માટે હું સૌથી પહેલાં તેની પાસે જ જાઉં છું. મારી કરીઅરની શરૂઆતથી જ મારી મમ્મી મારો ખૂબ જ મોટો સપોર્ટ રહી છે. તેણે મને મારા દરેક નિર્ણયમાં સપોર્ટ કર્યો છે. આજે હું જે કંઈ છું એ માટેની ક્રેડિટ હું તેને આપું છું. મારા પર આજે તેને કેટલો ગર્વ છે એ જોઈને મને આજે ખૂબ જ ખુશી થઈ રહી છે.’

television news shabbir ahluwalia