✕

આર. માધવન બનશે બિઝનેસ રિયલિટી શો ગેમચેન્જર્સનો હોસ્ટ

07 October, 2026 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે શો વિશેની વધુ વિગતો અને એની રિલીઝ-ડેટની જાહેરાત હજુ કરવામાં આવી નથી

બિઝનેસ રિયલિટી શો ‘ગેમચેન્જર્સ’

આર. માધવન હવે આગામી બિઝનેસ રિયલિટી શો ‘ગેમચેન્જર્સ’ના હોસ્ટ તરીકે જોવા મળશે. મધ્ય પૂર્વના બજારને ધ્યાનમાં રાખીને આ શો દુબઈમાં બનાવવામાં આવી રહ્યો છે. આ શોમાં ઉદ્યોગસાહસિકો વૈશ્વિક રોકાણકારો સમક્ષ પોતાના બિઝનેસનો પ્રસ્તાવ રજૂ કરશે. આ શોને પ્રીમિયમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારી શકાય એવી એન્ટરટેઇનમેન્ટ પ્રૉપર્ટી તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. આ રિયલિટી શોનું પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. જોકે શો વિશેની વધુ વિગતો અને એની રિલીઝ-ડેટની જાહેરાત હજુ કરવામાં આવી નથી.
રિયલિટી શો માટે માધવન પહેલી વખત હોસ્ટની જવાબદારી નથી નિભાવી રહ્યો. તેણે ૧૯૯૭માં હિન્દી ગેમ શો ‘તોલ મોલ કે બોલ’ હોસ્ટ કર્યો હતો. આ પછી તેણે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનના ‘ડીલ ઓર નો ડીલ’ના ભારતીય વર્ઝનને પણ હોસ્ટ કર્યું હતું જે ૨૦૦૫માં પ્રીમિયર થયું હતું. અત્યાર સુધીમાં અભિનેતાએ હોસ્ટ કરેલા ગેમ-શોમાં આ સૌથી લોકપ્રિય શો રહ્યો છે. ત્યાર બાદ ૨૦૧૦માં માધવન ‘ઇમેજિન ટીવી’ના ‘બિગ મની’ના હોસ્ટ તરીકે પણ જોવા મળ્યો હતો.

television news indian television r madhavan