મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે

15 January, 2021 09:07 AM IST  |  Mumbai | Agencies

મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે

મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે

સુધાંશુ પાન્ડેનું કહેવું છે કે તે મીડિયમ્સને નહીં પરંતુ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે. તે હાલમાં ‘અનુપમા’ સિરિયલમાં લીડ રોલમાં દેખાઈ રહ્યો છે. સ્ટોરીની પસંદગી વિશે સુધાંશુએ કહ્યું હતું કે ‘મોટા ભાગે તો હું એ વાતને મહત્ત્વ નથી આપતો કે હું કયા મીડિયમ માટે કામ કરું છું. જો સ્ટોરી અને કૅરૅક્ટર મને પસંદ પડે તો હું કામ કરું છું. મેં મુખ્યત્વે બધાં જ મીડિયમ્સ પર કામ કર્યું છે. એથી હું જાણું છું કે કઈ વસ્તુ ત્યાં કામ કરશે. પ્લૅટફૉર્મ પર કામ કરવું અગત્યનું નથી, કારણ કે હાલમાં તો બધા જ એના પર કામ કરે છે. આ જ કારણ છે કે હું હંમેશાં ટ્રેન્ડી મીડિયમ્સ કરતાં કન્ટેન્ટને વધુ પસંદ કરું છું.’

bollywood bollywood news entertainment news sudhanshu pandey