06 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉર્ફી જાવેદ (તસવીર: સોશિયલ મીડિયા)
અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ, જે તેના બૉલ્ડ ફૅશન અને નિવેદનો માટે જાણીતી છે, તેણે ફરી એકવાર ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. જોકે આ વખતે તેણે તેની આધ્યાત્મિકતા દેખાડી છે. સોમવારે 5 મેના રોજ, બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ મુંબઈના પ્રતિષ્ઠિત બાબુલનાથ મંદિરની મુલાકાત લીધી. આ દરમિયાન તે ઘૂંટણ પર બેસીને મંદિરની સીડીઓ ચઢી હતી દર્શન કર્યા હતા. ઉર્ફીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કરાયેલા એક વીડિયોમાં, ઉર્ફી મંદિરના પગથિયાં ધીમે ધીમે ચઢતી જોઈ શકાય છે, કેઝ્યુઅલ છતાં એકદમ સિમ્પલ કપડાં પહેરીને ઉર્ફીએ તેનું માથું દુપટ્ટામાં ઢંકાયેલું છે. વીડિયોના કૅપ્શનમાં, તેણે લખ્યું, "ઘૂંટણિયે બાબુલનાથ મંદિર ચઢી. એકમાત્ર સંઘર્ષ દુપટ્ટો હતો."
આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીએ મંદિરની આવી મુશ્કેલ યાત્રા કરી હોય. જાન્યુઆરી 2025 માં, ઉર્ફીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો કે તે રાજસ્થાનના શ્યોગંજમાં કંબેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેવા માટે 400 સીડીઓ ચઢી હતી. તેણે આ મંદિરમાં પ્રાર્થના કરી હતી અને શાંત સ્થાનથી તસવીરો શૅર કરી હતી. તેની આ વાતની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી, નેટીઝન્સે ઉર્ફીના આધ્યાત્મિક સમર્પણ માટે તેની પ્રશંસા કરી હતી. જોકે ઉર્ફી પોતાના બોલ્ડ અને વિચીત્ર ફૅશન આઉટફિટ પહેરવા માટે જાણીતી છે, તેમ છતાં તેણે વારંવાર પોતાની વ્યક્તિગત આધ્યાત્મિક યાત્રા વિશે જણાવ્યું છે. એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવતી ઉર્ફીએ ધર્મ અને આસ્થાની સ્વતંત્રતા અંગેના પોતાના વિચારો જાહેરમાં અને ખુલ્લેઆમ વ્યક્ત કર્યા છે.
એક અગાઉની મુલાકાતમાં, ઉર્ફીએ કહ્યું હતું કે, "પિતા ખૂબ જ રૂઢિચુસ્ત માણસ હતા. જ્યારે હું 17 વર્ષની હતી ત્યારે તેમણે મને અને મારા ભાઈ-બહેનોને અમારી માતા પાસે છોડી દીધા હતા. મારી માતા ખૂબ જ ધાર્મિક મહિલા છે, પરંતુ તેમણે ક્યારેય તેમના ધર્મનું અમારા પર દબાણ કર્યું નથી. મારા ભાઈ-બહેન ઇસ્લામનું પાલન કરે છે અને હું નથી કરતી, પરંતુ તેઓ ક્યારેય મારા પર દબાણ કરતા નથી. એવું જ હોવું જોઈએ. તમે તમારા ધર્મને તમારી પત્ની અને બાળકો પર દબાણ કરી શકતા નથી. તે દિલમાંથી આવવું જોઈએ, નહીં તો તમે કે અલ્લાહ ખુશ નહીં થાઓ."
ઉર્ફીએ હિન્દુ ધર્મ વિશે વધુ સમજવા માટે ભગવદ ગીતા પણ વાંચી છે અને એક વખત કહ્યું હતું કે તે ક્યારેય મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરશે નહીં. તેની કારકિર્દી અંગે ઉર્ફી ડિજિટલ એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં એક્ટિવ રહે છે. તેણે તાજેતરમાં રિયાલિટી વેબ સીરિઝ પ્લેગ્રાઉન્ડમાં મેન્ટર તરીકે જોવા મળી હતી, અને તેના શો ફોલો કાર્લો યારમાં તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ પંચ બીટ સીઝન 2, બડે ભૈયા કી દુલ્હનિયા, મેરી દુર્ગા અને બેપનાહ સહિત અનેક ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે. જોકે, કરણ જોહર દ્વારા હોસ્ટ કરાયેલ બિગ બૉસ ઓટીટીમાં તેનો કાર્યકાળ હતો જેણે તેને વધુ ચર્ચામાં લાવી.