24 June, 2021 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોના સિંહ
‘જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલથી ટેલીવુડમાં એન્ટર થનારી મોના સિંહની ઇમ્પ્રેશન હંમેશાં હસમુખી અને બબલી ટાઇપની રહી છે અને મોના છે પણ એવી જ, પણ આ ઇમ્પ્રેશન તેને એન્ડ ટીવીના શો ‘મૌકા-એ-વારદાત’માં નડતરરૂપ બને એવું લાગતાં મોનાએ સિરિયસ દેખાવા માટે ભારોભાર મહેનત કરી હતી. મોના કહે છે, ‘હું નક્કી કરતી કે મારે આજે આખા દિવસમાં એક પણ વાર સ્માઇલ નથી કરવી. હું એવું પણ નક્કી કરું કે આજે દિવસમાં સૌથી ઓછું બોલીશ. આ જે પ્રોસેસ છે એ મેં સતત પંદર દિવસ પાળી છે. અરે, એવું પણ કર્યું કે સિરિયસનેસ માટે હું મેડિટેશન પણ કરું. સિરિયસનેસની વૅલ્યુ મને પહેલી વાર સમજાઈ છે.’
શૂટિંગ વખતે પણ મોનાને જો પહેલાંની જેમ હસવું આવી જાય તો તે તરત પોતાના હોઠને અંદરની બાજુથી બાઇટ ભરીને સિરિયસ થતી.
મોના કહે છે, ‘કૅરૅક્ટર નક્કી કરવું એ જુદી વાત છે પણ શો હોસ્ટ કરવામાં તો મોના સિંહે જ રહેવાનું છે એટલે મારે સિરિયસ થવું જરૂરી હતું.’