અનુ મલિક નામ કોણે પાડ્યું હતું?

14 October, 2021 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારી મમ્મી પણ ત્યાં જ હતી. આશાજીએ એવું કહ્યું હતું એથી મારી મમ્મીએ પણ કહ્યું હતું કે તેઓ મને અનુ કહીને જ બોલાવશે. એ દિવસથી દરેક વ્યક્તિ માટે મારું નામ અનુ મલિક પડી ગયું હતું.

અનુ મલિક નામ કોણે પાડ્યું હતું?

અનુ મલિકનું કહેવું છે કે આશા ભોસલેએ તેનું નામ અનુ રાખ્યું હતું. અનુ મલિકનું નામ અનવર સરદાર મલિક છે, પરંતુ અનુ મલિક તરીકે દુનિયા તેને ઓળખે છે. અનુ મલિક હાલમાં જ ‘ઝી કૉમેડી શો’માં જોવા મળ્યો હતો. આ શોમાં ડૉક્ટર સંજય ભોસલેએ સંજય દત્તની મિમિક્રી કરી હતી. બાબા કા દરબારમાં તેણે ફારાહ ખાન અને અનુ મલિકને બોલાવ્યાં હતાં. આ દરમ્યાન સંકેતે તેમના યુનિક નેમ વિશે પૂછતાં અનુ મલિકે કહ્યું હતું કે ‘હું જ્યારે નાનો હતો ત્યારે આશા ભોસલેજી મારા ઘરે આવ્યાં હતાં. તેમણે મારા પિતાને કહ્યું હતું કે તેઓ મને અનુ કરીને જ બોલાવશે. મારી મમ્મી પણ ત્યાં જ હતી. આશાજીએ એવું કહ્યું હતું એથી મારી મમ્મીએ પણ કહ્યું હતું કે તેઓ મને અનુ કહીને જ બોલાવશે. એ દિવસથી દરેક વ્યક્તિ માટે મારું નામ અનુ મલિક પડી ગયું હતું. મારાં માતા-પિતા સહિત દરેક જણ મને એ નામથી બોલાવતા થઈ ગયા હતા.’

television news indian television anu malik