09 April, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અપૂર્વા મખીજા અને તેણે કરેલી પોસ્ટ
સ્ટેન્ડઅપ કૉમેડિયન સમય રૈનાનો શો ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટના વિવાદ બાદ ઘણો હોબાળો મચ્યો હતો. આ શોમાં જજ તરીકે આવેલા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ સામે અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે દરેકને ઘણી ટ્રોલિંગનો પણ સામનો કરવો પડી રહ્યો છે. શોની પૅનલ જજ અપૂર્વા મખીજા ઉર્ફે ‘ધ રેબેલ કિડ’ પણ વિવાદમાં ફસાઈ હતી. આ વિવાદ બાદ તેને અનેક ધમકીઓ મળી હોવાનો દાવો અપૂર્વાએ કર્યો છે અને તેને સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ પણ કરી છે.
અપૂર્વા મખીજા ઉર્ફે ધ રેબેલ કિડ તેના વ્લોગ્સ માટે પ્રખ્યાત છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેણે પોતાની બધી પોસ્ટ ડિલીટ કરી દીધી અને બધાને અનફોલો કરી દીધા હતા, પરંતુ હવે રૈનાના ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, તેણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના કમબૅકની જાહેરાત કરી છે.
પોતાની બે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાંથી એકમાં, અપૂર્વાએ કૅપ્શન સાથે પોતાના ગ્રાન્ડ કમબૅકની જાહેરાત કરીને લખ્યું ‘વાર્તાકાર પાસેથી વાર્તા છીનવી ન લો’. અપૂર્વા અને અન્ય તમામ પૅનલ સભ્યોને ઇન્ડિયા`ઝ ગૉટ ટેલેન્ટ શોમાં આવ્યા ત્યારથી જ લોકોએ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પોતાની બીજી પોસ્ટમાં, સોશિયલ મીડિયા સ્ટાર અપૂર્વાએ તેની ગેરહાજરી દરમિયાન તેની પોસ્ટ્સ અને ડીએમ પર લોકોએ મોકલેલી રેપ અને મોતની ધમકી આપતી કમેન્ટ્સ શૅર કરી. કેટલીક ગંભીર બળાત્કારની ધમકીઓ હતી, તો કેટલાક વધુ ભયાનક હતા, જેમ કે શોમાં કહેવામાં આવેલી વાતો પર ઍસિડ હુમલાની ધમકીઓ પણ મળી.
અપૂર્વાએ જે ભયાનક ટિપ્પણીઓ શૅર કરી હતી તે ફક્ત એક ઝલક હતી. તેણે કેપ્શનમાં લખ્યું, "આ 1 ટકા પણ નથી." આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઘણી વખત સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની જાય છે જ્યાં કોઈ બાબતના તળિયે જવાને બદલે કે ન્યાયની રાહ જોવાને બદલે, ટ્રોલર્સ સીધા જ તમને જાનથી મારી નાખવાની ધમકીઓ સાથે હુમલો કરવાનું શરૂ કરી દે છે. અપૂર્વાને સોશિયલ મીડિયા પર ચારિત્ર્ય શરમજનક બનાવવાથી લઈને બળાત્કાર અને ઍસિડ હુમલા સુધીની ધમકીઓનો સામનો કરવો પડ્યો. નેટીઝન્સે તેના પર ખરાબ ટિપ્પણીઓનો વરસાદ કર્યો. જોકે, આ સમગ્ર મુદ્દા પર સોશિયલ મીડિયા વિભાજિત હતું, કેટલાક લોકો તેની વિરુદ્ધ હતા, જ્યારે કેટલાકને લાગ્યું કે અપૂર્વાનું નિવેદન શોના સ્પર્ધકોના જવાબમાં આવ્યું છે. અપૂર્વાએ જોરદાર કમબૅક કરશે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની હાજરી ફરીથી સ્થાપિત કરીને, તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે ચૂપ નહીં રહે. કેટલાક લોકો હવે તેમની વાર્તાનું સત્ય જાણવા માગે છે, જ્યારે તેના ચાહક આ પુનરાગમન સાથે તેના નવા કન્ટેન્ટ માટે રાહ જોઈ રહ્યા છે.