કે. કે. મેનન પોતે જ એક ઍક્ટિંગ સ્કૂલ જેવા છે : આદિલ ખાન

19 November, 2021 03:34 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

આદિલ ખાનનું કહેવું છે કે કે. કે. મેનન ઍક્ટિંગ સ્કૂલ જેવા છે, એથી તેમની પાસેથી ઘણુંબધું શીખી શકાય છે.

આદિલ ખાન

આદિલ ખાનનું કહેવું છે કે કે. કે. મેનન ઍક્ટિંગ સ્કૂલ જેવા છે, એથી તેમની પાસેથી ઘણુંબધું શીખી શકાય છે. આ બન્ને ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5: ધ હિમ્મત સ્ટોરી’માં જોવા મળી રહ્યા છે. ડિઝની+હૉટસ્ટાર પર દેખાતા આ શોમાં વિનય પાઠક, આફતાબ શિવદાસાની, ગૌતમી કપૂર, પરમીત સેઠી, કાલી પ્રસાદ મુખરજી અને વિજય વિક્રમ સિંહ લીડ રોલમાં છે. આ શોને નીરજ પાન્ડેએ બનાવ્યો છે. કે. કે. મેનન વિશે આદિલ ખાને કહ્યું હતું કે ‘હું મારા પાત્ર મનિન્દર સિંહ વિશે વધુ નહીં કહી શકું, કારણ કે એ નુકસાનકારક રહેશે. મનિન્દર સિંહ હિમ્મતની લાઇફને બદલી નાખે છે. આ એક ઇન્ટરેસ્ટિંગ રોલ હતો અને મને ઇન્ડસ્ટ્રીના બે લોકપ્રિય લોકો સાથે કામ કરવાની તક મળી છે. નીરજ અને કે. કે. હોવાથી હા કહેવા માટે મારે વધુ વિચારવાની જરૂર નથી. મને જ્યારે જાણ થઈ કે હું આફતાબ ભાઈ અને કે.કે. સરની સાથે નીરજ સરના ડિરેક્ટેડ શોમાં કામ કરી રહ્યો છું તો મને નર્વસ અને એક્સાઇટમેન્ટની ફીલિંગ આવી રહી હતી. કે.કે. સરની પાસેથી ઘણુંબધું શીખવા મળે છે. તેઓ એક ઍક્ટિંગ સ્કૂલ જેવા છે.’

Web Series