‘મનોજ બાજપાઈ ઘણો બદ્તમીઝ છે’

26 July, 2021 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ કહીને સુનીલ પાલ ઉમેરે છે કે ‘ધ ફૅમિલી મૅન’ અને ‘મિર્ઝાપુર’ જેવા શો પણ પૉર્ન જેવા છે અને એને ઘરે ફૅમિલી સાથે નથી જોઈ શકાતા

મનોજ બાજપાઇ, સુનિલ પાલ

સુનીલ પાલ ૨૦૦૫માં આવેલા શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચૅલેન્જ’ દ્વારા ખૂબ જાણીતો બન્યો હતો. તેણે હાલમાં રાજ કુન્દ્રા, મનોજ બાજપાઈ અને ‘ધ ફૅમિલી મૅન’ અને ‘મિર્ઝાપુર’ જેવા શો વિશે ટીકા કરી છે. રાજ કુન્દ્રાને પૉર્ન કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે. એ વિશે પૂછતાં સુનીલ પાલે કહ્યું કે ‘જે થયું એ થવાનું હતું અને થઈ ગયું. એ જરૂરી પણ હતું. હું આવું કહી રહ્યો છું, કારણ કે વેબ-સિરીઝ હોય કે અન્ય પ્લૅટફૉર્મ, એના પર વધુ સેન્સરશિપ ન હોવાથી મોટા લોકો એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આજકાલ જે વેબ-સિરીઝ બની રહી છે એ ઘરે નથી જોઈ શકાતી. હું ખાસ કરીને મનોજ બાજપાઈ જેવા ત્રણ-ચાર વ્યક્તિનાં નામ કહેવા માગું છું. મનોજ બાજપાઈ ગમે એટલો મોટો ઍક્ટર કેમ ન હોય, પરંતુ મેં તેના જેવો બદ્તમીઝ અને ગીરા હુઆ ઇન્સાન નથી જોયો. લોકો તેને પ્રેસિડન્ટ અવૉર્ડ આપી રહ્યા છે અને તે ફૅમિલી માટે શું કરી રહ્યો છે? તમે એવો શો બનાવી રહ્યા છો જેમાં પત્નીનું અફેર ચાલતું હોય છે અને તેનું પોતાનું પણ અન્ય જગ્યાએ અફેર ચાલતું હોય છે. દીકરી તેના બૉયફ્રેન્ડ વિશે વાતો કરતી હોય છે અને દીકરો તેની ઉંમર કરતાં મોટો હોય એવો વ્યવહાર કરે છે. શું ફૅમિલી આવી હોય? તેમની સીઝન પૂરી થઈ ગઈ છે અને લોકો હજી પણ એ વિચારી રહ્યા છે કે લોનાવલામાં શું થયું હશે? ત્યાર બાદ ‘મિર્ઝાપુર’ પણ નકામા લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. હું એ લોકોને સખત નફરત કરું છું. આવા શો પૉર્ન છે અને એને બૅન કરી દેવા જોઈએ. પૉર્ન એ આપણે શું જોઈએ છીએ ફક્ત એ જ નથી, પરંતુ આવી વિચારધારા પણ એક પૉર્ન જ છે.’

Web Series manoj bajpayee