AFCAT 2024: એરફોર્સ ઓફિસર બનવાની આ તક ન ગુમાવશો, 317 પદ માટે બમ્પર ભરતી

04 December, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

AFCAT 2024: કમિશન્ડ ઓફિસરની જગ્યાઓ માટે અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. 317 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે.

ઈન્ડિયન એર ફોર્સની ફાઇલ તસવીર

ભારતીય વાયુસેનાએ એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT – 01/2024) 2024 માટે અરજી પ્રક્રિયા (AFCAT 2024) શરૂ કરી દીધી છે. કમિશન્ડ ઓફિસરની જગ્યાઓ (Job Recruitment) માટે અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. 317 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે. આ ભરતી પરીક્ષા દ્વારા ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) શાખામાં ભરતી કરવામાં આવશે. અરજીની પ્રક્રિયા 1લી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો careerairforce.nic.in અથવા afcat.cdac.in પર જઈને ઓનલાઈન અરજી (Job Recruitment) કરી શકે છે. આ ભરતી માટેની પરીક્ષા 16, 17, 18 ફેબ્રુઆરી 2024ના રોજ લેવામાં આવશે.

કઈ પોસ્ટ (AFCAT 2024) માટે આવી છે ભરતી?

ફ્લાઈંગ - 38 પોસ્ટ્સ (પુરુષો માટે 28 અને મહિલાઓ માટે 10)ગ્રાઉન્ડ ડ્યુટી તકનીકી
એરોનોટિકલ એન્જિનિયર (L) – 115 જગ્યાઓ (પુરુષો માટે 104 અને મહિલાઓ માટે 11)
એરોનોટિકલ એન્જિનિયર (M) – 50 જગ્યાઓ (પુરુષો માટે 45 અને મહિલાઓ માટે 5)

ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેક્નિકલ
વેપન સિસ્ટમ (WS) શાખા - 17 પોસ્ટ્સ (15 પુરુષો માટે અને 2 મહિલાઓ માટે)
એડમિન - 50 પોસ્ટ્સ (પુરુષો માટે 44 અને મહિલાઓ માટે 6)
એકાઉન્ટ્સ - 13 પોસ્ટ્સ (પુરુષો માટે 11 અને મહિલાઓ માટે 2)
લોજિસ્ટિક્સ - 13 પોસ્ટ્સ (પુરુષો માટે 11 અને મહિલાઓ માટે 2)
શિક્ષણ - 10 જગ્યાઓ (પુરુષો માટે 8 અને મહિલાઓ માટે 2)
મેટ્રોલોજી – 11 જગ્યાઓ (પુરુષો માટે 9 અને મહિલાઓ માટે 2)

આ પોસ્ટ માટે કેટલી વય મર્યાદા આપવામાં આવી છે?

AFCAT અને NCC દ્વારા ફ્લાઈંગ બ્રાન્ચમાં પ્રવેશ માટે ઉમેદવારોની ઉંમર 01 જાન્યુઆરી 2025ના રોજ 20થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમ જ ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) શાખા માટે 01 જાન્યુઆરી 2025ના રોજ ઉમેદવારો (AFCAT 2024)ની ઉંમર 20થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આ પોસ્ટ માટે તમને કેટલો પગાર આપવામાં આવશે?
ભારતીય વાયુસેના ભરતી 2023 (AFCAT 2024)ની સત્તાવાર સૂચનાના પ્રમાણે પસંદ કરેલ ઉમેદવારોને મેટ્રિક્સ સ્તર 10 હેઠળ પગાર તરીકે રૂપિયા 56100થી રૂપિયા 177500નું વેતન આપવામાં આવશે.

કઈ રીતે અને ક્યાંથી અરજી કરશો?

IAF AFCAT (AFCAT 2024)ની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જાઓ. ત્યારબાદ હોમપેજ પર AFCAT 01/2024 એપ્લિકેશન લિંક પર ક્લિક કરો. ત્યાં નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવવાની રહેશે. ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ લઈ લેવું.

ભારતીય વાયુસેનામાં એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFACT 1) 16, 17, 18 ફેબ્રુઆરી 2024ના રોજ યોજવામાં આવશે. પરીક્ષા (Job Recruitment)માં હાજર રહેલા ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ 550 + GST ચુકવવાના છે.

career and jobs jobs jobs in india government jobs job recruitment indian air force