Career Guidance : રેડિયોમાં બનાવવી છે કારકિર્દી? રેડિયો જૉકી બનવા શું કરવું? જાણો વધુ…

30 October, 2023 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેડિયો જૉકી સિવાય પણ અનેક તક છે આ ક્ષેત્રમાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

જો તમે રેડિયો ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો તમે બારમા ધોરણ પછી જ આ લાઈનમાં પ્રવેશ કરી શકો છો. આ ક્ષેત્રમાં ડિગ્રી અને ડિપ્લોમા સર્ટિફિકેટ પણ થાય છે તે બહુ ઓછા લોકો જાણે છે. આ કોર્સ કરીને તમે રેડિયો જૉકી, ન્યૂઝ રીડર, સ્ટોરીટેલર, પ્રોડ્યુસર, મ્યુઝિક મેનેજર વગેરે હોદ્દા પર નોકરી મેળવી શકો છો. કોર્સ કર્યા પછી, તમે સરકારી અને ખાનગી બન્ને ક્ષેત્રોમાં નોકરી મેળવી શકો છો. કઈ રીતે તે વિશે જાણીએ વધુ…

આપણા દેશમાં મોટા શહેરોથી નાના ગામડાં સુધી જો કોઈ માધ્યમની પહોંચ હોય તો તે છે રેડિયો. તમે રેડિયો પર વિવિધ કાર્યક્રમો સાંભળ્યા હશે અને એન્કર અથવા જોકીનો અવાજ પણ સાંભળ્યો હશે. તેના અવાજમાં કંઈક અલગ જ છે. જો તમારી પાસે પણ વાત કરવાની કળા અને સારો અવાજ છે, તો રેડિયોનું ક્ષેત્ર તમારા માટે અદ્ભુત છે. તમે આ ક્ષેત્રમાં તમારી કારકિર્દી સરળતાથી બનાવી શકો છો. જો તમે એન્કર કે રેડિયો જૉકી બનવા માંગતા ન હોવ તો પણ તમે આ ફિલ્ડમાં જઈ શકો છો. આ બે સિવાય પણ આ ફિલ્ડમાં અનેક પર્યાય છે. મ્યુઝિક મેનેજર, પ્રોડ્યુસર, પ્રોગ્રામ ડાયરેક્ટર, કન્ટેન્ટ રાઈટર, સાઉન્ડ એન્જિનિયર, ન્યૂઝ રીડર, રેડિયો રિપોર્ટર જેવા અન્ય ક્ષેત્રમાં પણ તમે કામ કરી શકો છો.

આ કોર્સ કરીને તમે રેડિયો ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો

રેડિયોમાં કારકિર્દી બનાવવા માટે તમે તેને બારમા પછી પણ શરૂ કરી શકો છો. આ ક્ષેત્રમાં તમામ પ્રકારના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ઉપલબ્ધ છે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ કેટલાક અભ્યાસક્રમો નીચે મુજબ છે-

કેટલો પગાર મળી શકે?

આ અભ્યાસક્રમો કર્યા પછી, તમે કોઈપણ સંસ્થામાંથી ઇન્ટર્નશિપ અથવા નોકરી કરી શકો છો. કોર્સ પૂરો કર્યા પછી, તમે તમારી કલા અનુસાર ૧૫ હજારથી ૩૦ હજાર સુધીનો પ્રારંભિક પગાર મેળવી શકો છો. સમય અને અનુભવ સાથે તમારો પગાર વધશે.

ક્યાં મળશે નોકરી?

આજે દરેક નાના-મોટા શહેરમાં રેડિયો છે. ઘણી ખાનગી રેડિયો ચેનલો અને એફએમ ચેનલો લોકોને નોકરી પર રાખે છે. આ ઉપરાંત, સરકારી રેડિયો ચેનલો માટે સમયાંતરે ભરતી પણ કરવામાં આવે છે જ્યાં તમે અરજી કરી શકો છો. અહીં રેડિયો જૉકી ઉપરાંત, તમે રેડિયો પ્રોડક્શન અને બ્રોડકાસ્ટિંગ વગેરે સાથે વાર્તા લેખન, રેડિયો કાર્યક્રમો માટે જાહેરાત લેખન વગેરેમાં પણ જોડાઈ શકો છો.

તો વિચારો તમારે રેડિયોમાં કારકિર્દી બનાવવી છે કે નહીઁ!

career tips Education radio city