21 February, 2024 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર
ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ GSSSB દ્વારા નોકરી (GSSSB Recruitment 2024)ની તક માટે રાહ જોઈ બેઠેલા યુવાનો માટે સરસ સમાચાર સામે આવ્યા છે.
કઈ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે?
તમને જણાવી દઈએ કે GSSSB દ્વારા હાલમાં જ એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની જગ્યાઓ (GSSSB Recruitment 2024) માટે અરજી મંગાવવામાં આવી છે. આ પોસ્ટ માટે અત્યારે કુલ 266 ખાલી જગ્યાઓ નોંધવામાં આવી છે. આટલી ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની રહેશે.
કઈ રીતે અરજી કરવાની રહેશે?
ઓનલાઈન નોંધણી વિન્ડો 15-02-2024, બપોરે 02:00 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ પર શરૂ કરવામાં આવી છે. GSSSB એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટ ભરતી ડ્રાઇવ અને GSSSB એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની ભરતી માટે ઑનલાઇન અરજી કરવાની રહેશે.
કઈ કઈ પોસ્ટ માટે અરજી કરી શકો છો?
તમને જણાવી દઈએ કે સબ એકાઉન્ટન્ટ, સબ ઓડિટર અને એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ-ટ્રેઝરી ઓફિસર, સુપરિન્ટેન્ડન્ટની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજી (GSSSB Recruitment 2024) કરવાની રહેશે.
આ અરજી કરવા માટે આટલી શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ B.Sc ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું હોવું ફરજિયાત છે. આટલી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ નોકરીની સૂચના માટે અરજી કરવાની રહેશે.
કેટલી છે વય મર્યાદા?
તમને જણાવી દઈએ કે ઓડિટર અને એકાઉન્ટન્ટની પોસ્ટ માટે અરજી (GSSSB Recruitment 2024) કરવા ઇચ્છુક ઉમેદવારોની વય 13-03-2024ના રોજ લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. તે ઉપરાંત સ્ત્રી અનામત ઉમેદવારો માટે 5 વર્ષ અનામત, PH સ્ત્રી ઉમેદવારો માટે 10 વર્ષ, PH સ્ત્રી, અનામત ઉમેદવારો માટે 15 વર્ષ અને PH અનામત સ્ત્રી ઉમેદવારો માટે 20 વર્ષમની છૂટ આપવામાં આવી છે.
ઉમેદવારોએ આ પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે
મોટાભાગે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ ઉમેદવારોની ભરતી (GSSSB Recruitment 2024) કરવા માટે પ્રારંભિક પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા હોય છે. ત્યારબાદ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવે છે.
GSSSB ઓનલાઈન ભરતી 2024 માટે અરજી કરવા માટે ઉમેદવારોએ આ રીતે અરજી કરવી
સૌ પ્રથમ ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર GSSSB વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર જવાનું રહેશે. ત્યારબાદ કારકિર્દી/જાહેરાત મેનૂ પર ક્લિક કરવાનું રહેશે. ઉમેદવારને ત્યાં એકાઉન્ટન્ટ, ઓડિટર જોબ નોટિફિકેશનનું ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. GSSSB એકાઉન્ટન્ટ જોબ સૂચના ડાઉનલોડ કરીને ઉમેદવારે યોગ્યતા માપદંડો ચકાસીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ નોંધણી/અરજી ફોર્મ પર ક્લિક કરીને તમામ વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ જો લાગુ હોય તો અરજી ફીની ચુકવણી કરવાની રહેશે. અરજી થઈ જાય ત્યારબાદ ઉમેદવારે પોતાની અરજીની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે.