Gujarat Police Recruitment 2024: પોલીસ ભરતીની પરીક્ષામાં બદલાઈ ગયા નિયમો, હવે આ રીતે લેવાશે ટેસ્ટ

12 February, 2024 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Gujarat Police Recruitment 2024: પોલીસ ભરતીને લઈને નવા નિયમો લાગુ થયા છે. આ નવા નિયમોમાં અગાઉના નિયમો કરતાં ઘણા જ ફેરફારો કરવામાં આવ્યા છે.

પોલીસની ફાઇલ તસવીર

ગુજરાત પોલીસ ભરતી (Gujarat Police Recruitment 2024) માટે તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હા, આ ભરતી માટે જેઓ તૈયારી કરી રહ્યા છે તેઓએ જાણવું જોઈએ કે પોલીસ ભરતીને લઈને નવા નિયમો લાગુ થયા છે. આ નવા નિયમોમાં અગાઉના નિયમો કરતાં ઘણા જ ફેરફારો કરવામાં આવ્યા છે. 

તમને જણાવી દઈએ કે અગાઉની પોલીસ ભરતીની વાત કરવામાં આવે તો એમાં ટૂંકા સમયમાં પૂરી કરતી દોડના પણ ગુણનો સમાવેશ કરવામાં આવતો હતો. પણ, હવે આ નિયમો બદલાઈ ગયા છે, અને નવા જ નિયમો અનુસાર દોડને નિયત સમયમાં પૂરી કરી દેવામાં આવશે.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીના અભ્યાસક્રમમાં કયા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે?

જો, ગુજરાત પોલીસ ભરતી (Gujarat Police Recruitment 2024)ના અભ્યાસક્રમ વિશે વાત કરવામાં આવે તો પરીક્ષાનું સ્વરૂપ પણ બદલાવમાં આવ્યું છે. ભાગ એની વાત કરી તો તર્ક અને ડેટા અર્થઘટન માટે કુલ 30 ગુણ આપવામાં આવનાર છે. માત્રાત્મક યોગ્યતાને આધારે કુલ 30 ગુણ આપવામાં આવશે. 

નવા અને બદલાયેલ પેટર્ન મુજબ ઉમેદવાર (Gujarat Police Recruitment 2024)ની ગુજરાતી ભાષા પ્રત્યેની સમજણ પણ તપાસવામાં આવનાર છે. જેના કુલ 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. ભારતના બંધારણને અનુરૂપ ઉમેદવારના જ્ઞાનને તપાસવા કુલ 30 ગુણ તો કરંટ અફેર્સ તેમ જ વિજ્ઞાન અને ટેકનોલોજીના સામાન્ય જ્ઞાન તપાસવા માટે કુલ 40 ગુણ મૂકવામાં આવ્યા છે. આ પરીક્ષા ગુજરાત લેવલ પર યોજાનાર હોઇ આ પરીક્ષા આપતા ઉમેદવારોએ ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ વગેરે માટે પણ પોતાનું જ્ઞાન સાબિત કરવું પડશે. એ માટે કુલ 50 ગુણ રાખવામાં આવ્યા છે. 

શું છે લોકરક્ષક શારીરિક કસોટી? નવા અભ્યાસક્રમમાં તેનું મહત્વ કેટલું?

હવે આવનારી ગુજરાત પોલીસ ભરતી (Gujarat Police Recruitment 2024) માટે જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે તેઓને જણાવી દઈએ કે હવેથી શારીરીક કસોટી એટલેકે ફીઝિકલ ટેસ્ટ પણ ફરજીયાત રીતે આપવાની રહેશે. આ સાથે જ જે ઉમેદવારો આપવામાં આવેલા નિયત સમય મર્યાદામાં દોડ સફળતા પૂર્વક પૂરી કરશે તે જ તમામ ઉમેદવારોને લેખિત કસોટીમાં ભાગ લેવા દેવામાં આવનાર છે.

લેખિત પરીક્ષામાં કરવામાં આવેલો આ ફેરફાર નોંધવા જેવો

જે ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી (Gujarat Police Recruitment 2024) માટે તૈયારી કરી રહ્યા છે તેઓ માટે લેખિત પરીક્ષાનું પણ મહત્વ હોય છે, હવે પરીક્ષાના સિલેબસમાં સો ગુણના એમસિકયુને બદલે હવે બસો ગુણનું પેપર લેવામાં આવનાર છે. 

આ વિષયોને પરીક્ષામાંથી રદ કરવામાં આવ્યા છે

ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષા પેટર્નની સાથે તેના સિલેબ્સમાં પણ બદલાવ કરવામાં આવ્યા છે. જૂના પરીક્ષામાંથી હવે સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયોને રદબાતલ કરી દેવામાં આવ્યા છે.

jobs and career job recruitment career and jobs jobs jobs in india government jobs gujarat news