25 December, 2023 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર
ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા તાજેતરમાં જ આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ગ્રેડ 2 ટેકનિકલની ભરતી (IB Recruitment 2023) માટે વિગતો બહાર પાડવામાં આવી હતી. જે ઉમેદવારો IBમાં નોકરી મેળવવા ઈચ્છે છે તેઓને માટે આ સારા સમાચાર છે કે હવે અરજી કરવાનો સમય આવી ગયો છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 કહેવામાં આવી છે. અરજી સબમિટ કરવાની પ્રક્રિયા 23મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. કોઈપણ ઉમેદવાર જે આ પદો માટે નોંધણી કરાવવા માંગે છે તે ગૃહ મંત્રાલયની વેબસાઈટ mha.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને અરજીની શરતો વિશે વિગતવાર માહિતી મેળવીને જ ઓનલાઈન અરજી કરવાની સૂચના આપવામાં આવી છે.
શું છે લાયકાત માપદંડો?
IB ભરતી (IB Recruitment 2023) માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે GATE 2021માં ક્વોલિફાઇંગ કટઓફ માર્કસ હોવા આવશ્યક છે અથવા GATE 2023 પરીક્ષા (EC અથવા CS)માં કટઓફ માર્ક્સની સૂચિમાં નામ હોવું આવશ્યક છે. આ સિવાય સંબંધિત ક્ષેત્રમાં BE અથવા B.Tech એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. અથવા તો માન્ય કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે.
IB ACIOની કઈ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ACIO-II અને ટેકનિકલ પોસ્ટ માટે 226 ખાલી જગ્યાઓ પર ભરતી (IB Recruitment 2023) કરવામાં આવનાર છે. આ સાથે જ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે 79 જગ્યાઓ તો ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન માટે કુલ 147 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વય મર્યાદા કેટલી છે?
આ ભરતી માટે વય મર્યાદા 18થી 27 વર્ષ હોવી જોઈએ. તેમ જ MHA IB ACIO II/ટેક્નોલોજી ભરતી પરીક્ષા 2023-2024 હેઠળ વયમાં વધારાની છૂટ આપવામાં આવશે.
અરજી માટે કેટલી ફી ચૂકવવાની રહેશે?
એપ્લિકેશન ફી વિશે વાત કરવામાં આવે તો 100 રૂપિયા છે. અરજી કરેલ ઉમેદવારો (IB Recruitment 2023)ને GATE સ્કોર દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોની ખાલી જગ્યાઓના 10 ગણા થાય ત્યાં સુધી ઇન્ટરવ્યુ માટે પસંદગી કરવામાં આવશે. જનરલ, OBC, EWS કેટેગરી માટે અરજી ફી 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે SC, ST, OH અને મહિલા ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.
આ પોસ્ટ માટેની પસંદગી પ્રક્રિયા શું હશે?
પાત્ર ઉમેદવારોને GATE સ્કોર દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોની ખાલી જગ્યાઓના 10 ગણા સુધી ઇન્ટરવ્યુ માટે પસંદગી કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં ઉમેદવારોને સંબંધિત વિષયના તેમના જ્ઞાન અને તે વિષય સંબંધિત વાતચીત કૌશલ્ય પર પરીક્ષણ કરવામાં આવશે.