IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કંપનીમાં આજે જ મેળવો જૉબ, આ રીતે કરજો અરજી

18 January, 2024 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની વિવિધ શાખાઓમાં તેના વિવિધ એકમો માટે એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે.

નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

IOCL Recruitment 2024: સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સૌ ઉમેદવારોને જાણ થાય કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ભરતી કરવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની વિવિધ શાખાઓમાં તેના વિવિધ એકમો માટે એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. 

આ હોદ્દાઓ પાંચ પ્રદેશોમાં ઉપલબ્ધ છે જેમાં ઈસ્ટર્ન રિજન પાઈપલાઈન (ERPL), નોર્ધર્ન રિજન પાઇપલાઇન્સ (NRPL), સાઉથ ઇસ્ટર્ન રિજન પાઇપલાઇન્સ (SERPL), સધર્ન રિજન પાઇપલાઇન્સ (SRPL) અને વેસ્ટર્ન રિજન પાઇપલાઇન્સ (WRPL)નો સમાવેશ થાય છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. 

ક્યારે છે અરજી કરવાની છેલ્લી તારીખ?

IOCL Recruitment 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની વિવિધ શાખાઓમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે જો તમારે અરજી કરવી હોય તો તમારે 01 ફેબ્રુઆરી, 2024ના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી કરી દેવી પડશે. 

કઈ રીતે પરીક્ષા લેવામાં આવનાર છે?

તમને જણાવી દઈએ કે આ પોસ્ટ્સ માટેની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. આ સાથે જ પરીક્ષા ઉદ્દેશ્ય પ્રકારના બહુવિધ પસંદગીના પ્રશ્નો મોડમાં લેવામાં આવશે. દરેક અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ યોગ્યતા, વય મર્યાદા, અરજી અને પસંદગી પ્રક્રિયા, પગાર અને અન્ય વિગતો સહિત IOCL ભરતી (IOCL Recruitment 2024) ડ્રાઇવ સંબંધિત તમામ વિગતો તપાસીને આજે જ અરજી કરવી જોઈએ. 

IOCL એપ્રેન્ટિસ પોસ્ટની પાત્રતા માટે વય મર્યાદા કેટલી આપવામાં આવી છે?

પરીક્ષા અધિકારી દ્વારા આ પોસ્ટ માટે પાત્રતા માપદંડ અને વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 12.01.202ના રોજ લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ છે. ઉમેદવારો વિગતો માટે સત્તાવાર સૂચના (IOCL Recruitment 2024)નો સંદર્ભ લઈ શકે છે.

આટલી શૈક્ષણિક લાયકાત તો જરૂરી

ટેકનિશિયન એપ્રેન્ટિસ મિકેનિકલની પોસ્ટ માટે ઉમેદવારો પાસે ત્રણ વર્ષ (અથવા ઓછામાં ઓછા એક વર્ષની અવધિ/10+2 ITI પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષ) સરકાર તરફથી એન્જિનિયરિંગની કોઈપણ શાખાઓમાં પૂર્ણ સમયનો ડિપ્લોમા હોવો જોઈએ. જેમ કે માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ.

આ રીતે કરી શકો અરજી?

જે તે ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. IOCL ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરતા પહેલા તમામ વિગતો તપાસવાની રહેશે. 
ત્યારબાદ ઑનલાઇન અરજી લિંક પર ક્લિક કરો. અને યોગ્ય વિકલ્પ શોધો અને ફોર્મ ભરવાની શરૂઆત કરો.

પગાર ધોરણ પણ જાણી જ લો

એપ્રેન્ટિસને દર મહિને જે કોઈ ચૂકવવાપાત્ર સ્ટાઈપેન્ડ હશે તે દર એપ્રેન્ટિસ એક્ટ 1961/1973/ એપ્રેન્ટિસ રૂલ્સ 1992 (સુધારા) અને કોર્પોરેશનની માર્ગદર્શિકા હેઠળ નિર્ધારિત કરવામાં આવનાર છે.

jobs and career career and jobs jobs jobs in india government jobs job recruitment indian oil corporation