ISRO Recruitment 2023: ઈસરોમાં આ પોસ્ટ માટે આવી મોટી ભરતી, માત્ર 10મી પાસ ઉમેદવાર પણ કરી શકે અરજી

11 December, 2023 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ISRO Recruitment 2023: ISRO દ્વારા ટેકનિશિયન-બીની જગ્યાઓ માટે બમ્પર ભરતી આપવામાં આવી છે. આ માટે અરજી પ્રક્રિયા 9મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે.

ઇસરોના મિશનની પ્રતીકાત્મક તસવીર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)માં નોકરી મેળવવા ઈચ્છતા લોકો માટે એક મોટી તક (ISRO Recruitment 2023) સામે આવી છે. હવે ISRO દ્વારા ટેકનિશિયન-બીની જગ્યાઓ માટે બમ્પર ભરતી આપવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 9મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર આપવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ ISROની અધિકૃત વેબસાઇટ, isro.gov.in દ્વારા ઑનલાઇન અરજી (ISRO Recruitment 2023) કરી શકે છે. અને આ પોસ્ટ માટે પોતાને અપ્લાય કરી શકે છે.

ISRO ભરતી પ્રક્રિયા (ISRO Recruitment 2023) દ્વારા કુલ 54 જગ્યાઓ ભરવામાં આવનાર છે. આ માટે કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તો નીચે આપેલા મુદ્દાઓને ખૂબ જ ધ્યાનથી વાંચીને સમજવાની જરૂર છે.

ISROમાં કુલ આટલી પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે

એવી માહિતી આપવામાં આવી છે કે આ ભરતી દ્વારા 54 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોએ અમુક નિયમો વાંચવા જોઈએ.

આ પોસ્ટ માટે આટલી છે વય મર્યાદા

ઇસરો દ્વારા મંગવાયેલ આ જગ્યાઓ (ISRO Recruitment 2023) માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. આ વય મર્યાદા અનુસાર ઉમેદવાર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે શું છે શૈક્ષણિક લાયકાત?

જો આ પોસ્ટ માટે ઉમેદવારો પોતાની અરજી કરાવવા માંગે છે તો કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ITI પ્રમાણપત્ર સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

અરજી કરવા માટે કેટલી ચૂકવવી પડશે અરજી ફી?

આ પોસ્ટ માટે અરજી ફી ₹100 રાખવામાં આવી છે. જો કે, શરૂઆતમાં તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી તરીકે અરજી દીઠ ₹500ની સમાન રકમ ચૂકવવી પડશે.

ઉમેદવાર આ રીતે અરજી કરી શકે છે 

સૌ પ્રથમ તો ઉમેદવારે તો ISROની સત્તાવાર વેબસાઇટ isro.gov.in ની મુલાકાત લેવાની રહેશે. ત્યાં હોમપેજ પર કારકિર્દી ટેબ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અરજી ફોર્મ ભરવું. 
અરજી ફી ચૂકવીને ભવિષ્યના સંદર્ભ માટે તેની હાર્ડ કોપી પ્રિન્ટ કરીને રાખવી. 

આ રીતે ઈસરોમાં નોકરી માટેની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

ISROની આ ભરતી (ISRO Recruitment 2023) માટે અરજી કરનાર તમામ ઉમેદવારોને માટે એક ચોક્કસ પસંદગી પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયામાં ઉમેદવારે લેખિત પરીક્ષા આપવાની હોય છે. લેખિત પરીક્ષા સાથે જ કૌશલ્ય કસોટી પણ આપવાની રહે છે. આ બંને કસોટીઓમાં ઉમેદવાર કેવું પ્રદર્શન કરે છે તેના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

indian space research organisation career and jobs jobs jobs in india government jobs job recruitment jobs and career