Maharashtra Police Constable Recruitment 2024: પોલીસ કોન્સ્ટેબલના પદ માટે બમ્પર ભરતી

03 March, 2024 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Police Constable Recruitment 2024: આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 5મી માર્ચ 2024થી શરૂ કરવાં આવનાર છે. ઉમેદવારો અરજી કરવાની શરૂઆત કરી શકે છે.

પોલીસની ફાઇલ તસવીર

Maharashtra Police Constable Recruitment 2024: મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ વિભાગ તરફથી મોટી પોલીસ ભરતી અંગે નોટિફિકેશ બહાર પાડવાં આવ્યું છે. કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ડ્રાઈવર સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે આ નોટિફિકેશન આવ્યું છે. 

ક્યારથી શરૂ થાય છે અરજી પ્રક્રિયા?

તમને જણાવી દઈએ કે આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 5મી માર્ચ 2024થી શરૂ કરવાં આવનાર છે. આ તારીખથી ઉમેદવારો અરજી કરવાની શરૂઆત કરી શકે છે. ઉમેદવારોએ નોંધી લેવું કે આ અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31મી માર્ચ 2024 આપવામાં આવી છે. આ માટે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે ફોર્મ ભરતા પહેલા લાયકાત માપદંડો તપાસીને જ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. 

કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે?

જે ઉમેદવારો પોલીસ વિભાગ (Maharashtra Police Constable Recruitment 2024)માં જોડાવાનું સપનું જોઈ રહ્યા છે તેઑ માટે આ ખુશીના સમાચાર છે કે મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ વિભાગે કોન્સ્ટેબલ, કોન્સટેબલ ડ્રાઈવર, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે સૂચના જારી કરીને અરજીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.

ક્યાં અરજી કરશો?

ઉમેદવારોએ નોંધી લેવું કે આ ભરતી (Maharashtra Police Constable Recruitment 2024) માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 5 માર્ચ, 2024થી શરૂ થશે અને 31 માર્ચ, 2024 સુધી ચાલવાની છે. એપ્લિકેશન શરૂ થતાંની સાથે જ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.mahapolice.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

કેટલી છે વય મર્યાદા?

આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની વી લઘુત્તમ 19 વર્ષ હોવી જોઈએ. ઓપન કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. વોર્ડ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 33 વર્ષ છે. ઉમેદવારો નોંધે કે નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.

શું હોવી જોઈએ શિક્ષણ લાયકાત?

કોન્સ્ટેબલ અને અર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પદો (Maharashtra Police Constable Recruitment 2024) પર અરજી કરવા માટે ઉમેદવારે 12મા ધોરણની પરીક્ષા સંપૂર્ણ ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ. આ ઉપરાંત કોન્સ્ટેબલ ડ્રાઈવરોના પદો પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે ઈન્ટરમીડિયેટ ઉત્તીર્ણ હોવું જરૂરી છે અને તેની સાથે તેના પાસે મોટર વેહિકલ ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોવું ફરજિયાત છે.

કેટલી અરજી ફી ચૂકવવાની રહેશે?

તમને જણાવી દઈએ કે ઉમેદવારોએ અરજી પત્ર ભરવાની સાથે અરજી ફી પણ ચૂકવવાની રહેશે. ઓપન ક્લાસ કેટેગરીના ઉમેદવારો માટે અરજી કરવા માટે 450 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે જ અરજી માત્ર ઑનલાઇન દ્વારા જ જમા કરી શકાય છે.

આટલી ઊંચાઈ હોવી જોઈએ.

પુરુષ ઉમેદવાર માટે હાઇટ 165 સે.મી તો સ્ત્રીઓ માટે ઊંચાઈ 155 સે.મી હોવી જોઈએ.

jobs and career career and jobs jobs jobs in india government jobs job recruitment maharashtra news