વિદેશમાં કરવી છે નોકરી? આ દેશો આપી રહ્યા છે તરત મળે એવા વિઝાની સુવિધા

20 March, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જો તમને પણ વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા હોય અને વિઝા મેળવવામાં સમસ્યા આવતી હોય તો તમે આ દેશોમાં જૉબ સીકર વિઝા મેળવી નોકરી માટે જઈ શકો છો. જાણો આ દેશોમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે...

પ્રતિકાત્મક તસવીર

દેશના લગભગ દરેક યુવાનો વિદેશ જવા માંગે છે.તે વિદેશમાં જઈને જોબ કરીને પૈસા કમાવા માંગે છે,પરંતુ વિઝાનું નામ સાંભળતા જ તેના સપના ચકનાચૂર થઈ જાય છે કારણ કે કોઈપણ દેશના વિઝા મેળવવા એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.નોંધનીય છે કે કોઈપણ દેશમાં નોકરી કરવા માટે વર્ક વિઝા જરૂરી છે.પરંતુ વર્ક વિઝા મેળવવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે.એટલા માટે આજે અમે તમને કેટલીક એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ખુશ થઈ જશો.તમને જણાવી દઈએ કે કેટલાક એવા દેશ છે જે આવા વિઝા આપે છે,જેની મદદથી તમે તે દેશમાં રહીને નોકરી શોધી શકો છો.આ વિઝાને જૉબ સીકર વિઝા (Job Seeker Visa) કહેવામાં આવે છે.

ઘણા દેશો આ વિઝા ઓફર કરે છે.નોંધનીય છે કે જૉબ સીકર વિઝા માટે અલગ-અલગ દેશોમાં અલગ-અલગ નિયમો છે.પરંતુ કેટલાક સામાન્ય નિયમો છે,જે લગભગ તમામ દેશોમાં સમાન છે,જેમ કે શૈક્ષણિક લાયકાત, નાણાકીય સ્થિતિ અને માન્ય પાસપોર્ટ. ધ્યાન રાખો કે જૉબ સીકર વિઝા મેળવવો વર્ક વિઝા કરતા ઘણો સરળ છે.આવી સ્થિતિમાં,અહીં અમે તમને આવા 3 દેશો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ,જેના  જૉબ સીકર વિઝા વિશે તમારે જાણવું જોઈએ.

ઑસ્ટ્રિયા(Austria)

આ દેશમાં નોકરી શોધવા માટે 6 મહિનાના વિઝા મેળવી શકાય છે. વિઝા માટે અરજી કરનારા ઉમેદવારોને નિશ્ચિત યાદી અનુસાર ઓછામાં ઓછા 70 પોઈન્ટની જરૂર પડે છે.જો તમને જોબ સીકર વિઝા દરમિયાન નોકરી મળે છે, તો તમે રેડ-વ્હાઈટ-રેડ કાર્ડ માટે પણ અરજી કરી શકો છો. આ પછી જ તમે ત્યાં કામ અને રહેઠાણ પરમિટ મેળવી શકશો. ઉલ્લેખનીય છે કે રેડ-વ્હાઈટ-રેડ કાર્ડ ધારકને કામ કરવાની તેમજ લાંબા સમય સુધી ઑસ્ટ્રિયામાં રહેવાની છૂટ છે.

આ પણ વાંચો: Career Tips: ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન સાથે આ ત્રણ કોર્સ અપાવશે તુરંત નોકરી

જર્મની (Germany)

જર્મની યુરોપિયન યુનિયનની બહારના દેશોના નાગરિકોને 9 મહિના સુધી નોકરી શોધવા માટે જોબ સીકર વિઝા આપે છે. આ દેશમાં જોબ સીકર વિઝા માટે અરજી કરતી વખતે તમારી પાસે કોઈપણ વ્યવસાયમાં ઓછામાં ઓછો 5 વર્ષનો કામ કરવાનો અનુભવ, જરૂરી ભંડોળ અને શૈક્ષણિક અથવા વ્યાવસાયિક તાલીમનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. નોંધનીય છે કે તમારી લાયકાતની ડિગ્રી જર્મનીમાં માન્ય હોવી જોઈએ અથવા જર્મન ડિપ્લોમાની સમકક્ષ હોવી જોઈએ.

સ્વીડન (Sweden)

તમે સ્વીડનમાં જોબ સીકર વિઝા માટે 3 થી 9 મહિના માટે અરજી કરી શકો છો. આ દેશમાં જોબ સીકર વિઝા માટે અરજદાર પાસે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, તમારી પાસે સ્વીડનમાં રહેવા માટે માન્ય પાસપોર્ટ, જરૂરી ભંડોળ અને આરોગ્ય વીમો પણ હોવો આવશ્યક છે.

 

 

 

career tips Education germany sweden austria