GSEB Time Table 2023: ગુજરાત બૉર્ડ 10 અને 12મા ધોરણનું સમયપત્ર જાહેર, જુઓ અહીં

03 January, 2023 03:56 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત (Gujarat) સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બૉર્ડે (GSHSEB) ધોરણ 10મા અને 12માની પરીક્ષાની તારીખો આજે એટલે કે 3 જાન્યુઆરી 2023ના રોજ જાહેર કરી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ગુજરાત (Gujarat) સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બૉર્ડે (GSHSEB) ધોરણ 10મા અને 12માની પરીક્ષાની તારીખો આજે એટલે કે 3 જાન્યુઆરી 2023ના રોજ જાહેર કરી દીધી છે. જો તમે પણ પરીક્ષા આપવાના છો તો બૉર્ડની ઑફિશિયલ વેબસાઈટ પર પરીક્ષાની ડેટશીટ ચેક કરી શકો છો. આ સિવાય અહીં આપવામાં આવેલી ડિરેક્ટ લિન્કથી ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો.

Gujarat Board Exam 2023: ડેટશીટ જાહેર
ગુજરાત બૉર્ડ તરફથી જાહેર ડેટશીટ પ્રમાણે, ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ 2023 સુધી હશે. તો, બૉર્ડ તરફથી 12મી વોકેશનલ અને જનરલ સ્ટ્રીમની પરીક્ષા 14 માર્ચ 2023 સુધી આયોજિત કરવામાં આવશે.

GSEB HSC SSC Exam 2023: ટાઈમ ટેબલ કરવું ડાઉનલોડ
ગુજરાત બૉર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરિક્ષામાં સામેલ થવા માટે એડમિટ કાર્ડ પણ નક્કી સમયની અંદર ઑફિશિયલ વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવશે. સ્ટુડેન્ટ્સ અહીં આપવામાં આવેલી ડિરેક્ટ લિન્ક પરથી બૉર્ડ પરીક્ષાની ડેટશીટ ડાઉનલોડ કરી શકે છે. તો, બૉર્ડની વેબસાઈટ પરથી ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ ફૉલો કરવાના રહેશે.

How to Download GSEB Gujarat Board HSC SSC Exam 2023 Time Table: આ રીતે ડાઉનલોડ કરવું ટાઈમ ટેબલ
સૌથી પહેલા બૉર્ડની ઑફિશિયલ વેબસાઈટ પર જવું.
ત્યાર બાદ હોમ પેજ પર ગુજરાત બૉર્ડ 10મા અને 12મા ધોરણની પરિક્ષા 2023 ડેટશીટની લિન્ક પર ક્લિક કરવું.
હવે તમારી સામે ડેટશીટની પીડીએફ ખુલશે.
સ્ટુડેન્ટ્સ ગુજરાત બૉર્ડ એગ્ઝામ 2023 ડેટશીટ ચેક કરીને ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો : Career Tips:જાણો કેવી રીતે બનવું RTO ઓફિસર? જે સરકારી પદના છે અનેક લાભ

GSEB 10th, 12th Exam 2023: વેબસાઈટ પર રાખો નજર
ગયા વર્ષે ગુજરાત બૉર્ડ 10માની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ 2022 સુધી આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષામાં લગભગ 9.72 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. ગુજરાત બૉર્ડ પરીક્ષા 2023 સાથે જોડાયેલા લેટેસ્ટ અપડેટ્સ માટે અહીં અને બૉર્ડની ઑફિશિયલ વેબસાઈટ ચકાસતા રહેવું જોઈએ.

GSEB HSC, SSC Exam 2023 Date Sheet- Direct Link

gujarat gujarat news career tips