અવાલાંશ ફાઉન્ડેશને ક્રિપ્ટોકરન્સી વાપરવા માટે નવું પેમેન્ટ કાર્ડ બહાર પાડ્યું

23 October, 2024 08:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અવાલાંશ ફાઉન્ડેશને પસંદગીની કેટલીક ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વીઝા કાર્ડ સ્વીકારતા વેપારીઓને ત્યાં કરી શકાય એ માટે નવું પેમેન્ટ કાર્ડ બહાર પાડ્યું છે.

ક્રિપ્ટોકરન્સી

અવાલાંશ ફાઉન્ડેશને પસંદગીની કેટલીક ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વીઝા કાર્ડ સ્વીકારતા વેપારીઓને ત્યાં કરી શકાય એ માટે નવું પેમેન્ટ કાર્ડ બહાર પાડ્યું છે. અવાલાંશ કાર્ડ નામના આ પેમેન્ટ સૉલ્યુશન દ્વારા યુઝર્સ યુએસડી કૉઇન (યુએસડીસી), સ્ટેક્સ અવાક્સ અને રેપ્ડ અવાક્સ સહિતની કેટલીક ક્રિપ્ટોકરન્સી વાપરી શકશે. આ કાર્ડ ફિઝિકલ અને વર્ચ્યુઅલ બન્ને સ્વરૂપે ઉપલબ્ધ રહેશે, એમ ફાઉન્ડેશને જણાવ્યું છે. એને ક્રેડિટ કાર્ડની જેમ ઉપયોગમાં લઈ શકાશે. જોકે યુઝર્સે કરેલા ઉપયોગની માહિતી ક્રેડિટ બ્યુરોને આપવામાં નહીં આવે. એની અન્ય ખાસિયતો એટલે સાતેસાત દિવસ ચોવીસે કલાક ઉપલબ્ધ રહેનારો કસ્ટમર સપોર્ટ, પિનમાં ફેરફાર કરવાની સુવિધા અને ઝીરો ફી. આજની તારીખે સામાન્ય જનતા એનો ઉપયોગ નહીં કરી શકે. 

દરમ્યાન, બિટકૉઇનમાં ૦.૩૧ ટકાની વૃદ્ધિ થતાં ભાવ ૬૭,૧૮૧ ડૉલર થયો હતો. ઇથેરિયમ ૧.૭૧ ટકા ઘટીને ૨૬૧૮ ડૉલર પર પહોંચ્યો હતો. બાઇનૅન્સમાં ૦.૧૮ ટકા, સોલાનામાં ૨.૫૩ ટકા, ટ્રોનમાં ૧.૪૬ ટકા, કાર્ડાનોમાં ૧.૬ ટકા વધારો થયો હતો, જ્યારે ડોઝકૉઇન ૦.૭૪ ટકા ઘટ્યો હતો.

crypto currency bitcoin share market stock market business news