Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

આરતી અને ભજન

વિશે

શ્રીકૃષ્ણ એટલે સમગ્ર સંસારનો સાર, તેમની ભક્તિ અનેક રીતે અને અનેક સ્વરૂપે થાય છે. મીરાંબાઇથી નરસિંહ મહેતા સુધી તમામે તેમની ભક્તિમાં અદ્ભૂત કૃતિઓ સર્જી છે.

આરતી

ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા...

ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨) 

માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨) 

હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર) 
 
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો 
 
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં, 
 
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો  
 
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો, 
 
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો  
 
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું, 
 
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો  
 
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા, 
 
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો  
 
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો, 
 
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો 
 
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો, 
 
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો 
 
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી, 
 
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો 
 
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી, 
 
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો , 
 
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો, 
 
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો 
 
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી, 
 
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં, 
 
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો  
 
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને, 
 
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
 
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને, 
 
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો

અન્ય સંબંધિત સામગ્રી


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK